Team Chabuk,-Gujarat Desk: અફવા એ એવી જણસ છે જે કોઈ પણ વ્યક્તિને અંદરથી મારી નાખે છે. ખોટી અફવા માણસને તણાવના કૂવામાં ધકેલી દે છે. અમદાવાદ જિલ્લામાં પણ આચાર્ય અને શિક્ષિકા વચ્ચે પ્રેમસંબંધની અફવા ચારેકોર ફેલાતા શિક્ષિકાએ આ ખોટી અફવાઓ વારંવાર સાંભળવા કરતા આત્મહત્યા કરી લેવાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષિકાએ એક સાથે વીસ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં સુનિતા, પુષ્પા, યોગેશ અને પરેશા નામની વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
આ મહિલા ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. ધોરણ આઠમાં ગણિત અને વિજ્ઞાનનો વિષય લે છે. તેમના આચાર્ય તેમની કામગીરીથી ખુશ હતા. આ વાતની અન્ય શિક્ષિકાઓને વારંવાર ઈર્ષ્યા થતી હતી. જેથી ગામમાં શિક્ષિકાઓએ ખોટી અફવા ફેલાવી હતી કે તેઓ યોગ્ય કામ કરતા નથી અને આચાર્ય સાથે તેમને સંબંધ છે.
શિક્ષિકા સાથે નોકરી કરતી સુનિતા પટેલ (કલોલ), યોગેશ પટેલ (કડી), પરેશા મોદી (કલોલ)એ ગામમાં રહેતા ભરત પટેલ અને રામભાઈ પટેલને શિક્ષિકા અને આચાર્ય વિશે ખોટી વાતો કરી, તેમના મારફતે ગત ડિસેમ્બરમાં પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી મહેસાણામાં અરજી કરી હતી. ત્યારબાદ શિક્ષિકા વિરુદ્ધની અરજી પાછી ખેંચવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં અરજી કરાઈ હતી, જેના આધારે તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર (ટીપીઈઓ) પુષ્પા ભીલ અવારનવાર શિક્ષિકાને બોલાવતાં હતાં.
શિક્ષિકાની સાથે TPEO ખરાબ વર્તન કરતા હતા. તેણીએ લેખિતમાં અરજી રજૂ કરી હોવા છતાં તેનો સ્વીકાર કરવામાં નહોતો આવતો. તેમની સાથે નોકરી કરતી શિક્ષિકાઓએ પણ તેમની સાથે બોલવાનું બંધ કરી દેતા તેઓ તણાવમાં આવી ગયા હતા. તેમણે તમામ શિક્ષિકાઓનાં નામ સાથેની આત્મહત્યાની નોટ લખી, ઉંઘની વીસ ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત