Homeગામનાં ચોરેઆગામી બે દિવસ પડશે હાડ થીજવતી ઠંડી, આજે વાદળછાયું વાતાવરણ, 8 તારીખે...

આગામી બે દિવસ પડશે હાડ થીજવતી ઠંડી, આજે વાદળછાયું વાતાવરણ, 8 તારીખે વરસાદ

Team Chabuk-National Desk: પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાને કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ઠંડીમાં વધારો થયો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આગામી બે દિવસ સુધી લોકોને ભારે ઠંડીનો સામનો કરવો પડી શકે તેમ છે. તેમજ આજે દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. ૮ ફેબ્રુઆરી એ દિલ્હી સહિત અનેક વિસ્તારમાં વરસાદ પણ થઈ શકે છે.

15 ફેબ્રુઆરી સુધી ઠંડી

ગઈકાલે સવારથી દિલ્હીના અનેક વિસ્તારમાં ભારે ધુમમ્સ છવાયું છે. સાથે લઘુત્તમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી ઓછું એટલે કે 6.9 સેલ્સિયસ નોંધાયું હતું. રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સવારથી ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બપોર સુધીમાં ઠંડી ઉડી જશે પણ સાંજ થતા ફરી ઠંડી વધી જશે. આ ઠંડી 15 ફેબ્રુઆરી સુધી રહેવાની શક્યતા છે

પર્વતીય વિસ્તારમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ, ઉત્તરાખંડમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં આજે ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે અને ઘણા વિસ્તારોમાં હિમવર્ષા પણ થઈ શકે છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય ભારતમાં પણ વરસાદ થવાની સંભાવના છે. શનિવારે સિક્કિમ અને ઉત્તર બંગાળના વિસ્તારમાં ભારે હીમ વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં અસર થવાની સંભાવના

ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ ઠંડી  વધવાની આશંકા છે. ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો  છે. હાલ હજુ પણ ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ સહિતના વિસ્તારમાં હિમવર્ષા પડતી હોવાને કારણે તેની અસર હજુ ગુજરાતમાં અઠવાડિયા સુધી પડી શકે તેમ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments