Homeગુર્જર નગરીગુજરાતની અજબ પ્રેમ કી ગજબ કહાની: પ્રેમી લકવાગ્રસ્ત થયો છતા પ્રેમિકાએ ન...

ગુજરાતની અજબ પ્રેમ કી ગજબ કહાની: પ્રેમી લકવાગ્રસ્ત થયો છતા પ્રેમિકાએ ન છોડ્યો સાથ

Team Chabuk-Gujarat Desk: પ્રેમ એટલે સાવ ખુલ્લી આંખોથી મળવાનો થતો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો
કાયદો
પ્રેમ એટલે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારા ચોર્યાસી લાખ
વહાણોનો કાફલો

કવિ મુકુલ ચોકસીના આ શબ્દો પ્રેમી યુગલ માટે હ્રદય સ્પર્સી છે. જો કે, આજની આ સ્વાર્થભરી દુનિયામાં સાચો પ્રેમ મળવો પણ મુશ્કેલ બન્યો છે. ત્યારે ગુજરાતની એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાચા પ્રેમીઓને ભાવુક કરી દેશે.

ગોધરાના સોનીવાડમાં રહેતા નીતિન શર્મા અને ઉર્મિલા કટારાની આ કહાની છે. વર્ષ 2008માં નોકરી દરમિયાન ઊર્મિલા કટારાનો સંપર્ક નીતિન સાથે થયો હતો. બંનેએ એક બીજાને જાણ્યા અને ગાઢ મિત્રતા થઈ જે બાદ આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને ત્યારે જ બંનેએ એકબીજાનો સાથ ન છોડવાનું નક્કી કર્યું.

જો કે, સંજોગો એવા બન્યા કે, યુવતીના પરિવારે લગ્ન માટે મનાઈ કરી દીધી. વર્ષ 2017 માં અચાનક નીતિન શર્માનું બીપી વધી ગયુ. તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો. જો કે, નીતિન લકવાગ્રસ્ત થઈ ઘયો. ડોક્ટરોએ જણાવ્યું કે, નીતિનના શરીરના ડાબો ભાગ કામ કરતો બંધ થયો છે. આમ, 20 વર્ષીય નીતિન શર્મા એકાએક પથારીવશ થતા પરિવારજનો ચિંતિત બન્યા. ઉર્મિલાના પરિવારે તો ઉર્મિલાને લગ્ન કરવાની ના પાડી દીધી. જો કે, ઉર્મિલા એકની બે ન થઈ. વર્ષ 2022માં નીતિનની સ્થિતિ થોડી સુધરી. ત્યારે તેણે નીતિન સાથે લગ્ન કર્યા. જો કે, હજુ નીતિન સંપુર્ણ સાજો નહતો થયો. તેને ચાલવામાં પણ કોઈકનો સહારો લેવો પડી રહ્યો હતો. આ દરમિયાન ઉર્મિલા તેનો સહારો બની.


જેમ જેમ સમય વિત્યો તેમ તેમ નીતિનની સ્થિતિ સુધરતી ગઈ. ઉર્મિલાના પ્રેમ અને સેવાએ નીતિનને સંપૂર્ણ સ્વસ્થ કરી દીધો. હવે નીતિન પોતાની જાતે હરતો ફરતો થયો છે. અને સ્વતંત્ર રીતે પોતાનો વ્યવસાય પણ કરે છે. આમ, હાલ ઉર્મિલાના દ્રઢ વિસ્વાસ અને નિસ્વાર્થ પ્રેમની ઠેર ઠેર ચર્ચા થઈ રહી છે.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments