Homeગુર્જર નગરીઅરે રે… લગ્નપ્રસંગ વખતે જ ઘરના મોભીનું હાર્ટ એટેકથી મોત

અરે રે… લગ્નપ્રસંગ વખતે જ ઘરના મોભીનું હાર્ટ એટેકથી મોત

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. રાજ્યમાં આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેને લઈ લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. પાટણની આ ઘટના છે. પાટણના હારીજમાં એક મહિલાના અચાનક ધબકારા થંભી ગયા.

હારીજના સિદ્ધિયોગી રેસિડેન્સીમાં રહેતા પરિવારમાં લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો હતો. જે અંતર્ગત રાસ ગરબાનું આયોજન કરાયું હતું. તમામ લોકો ખુશીથી ઝુમી રહ્યા હતા. આ જ સમયે જ ઘરના હસુમતીબહેનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ તેમને તરત જ હસુમતીબહેનને હોસ્પિટલ લઈ જવાયા હતા. જો કે ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. તબીબોએ હસુમતીબહેનને મૃત જાહેર કર્યા હતા.

doctor plus

મહત્વનું છે કે, પાટણ જિલ્લામાં જ છેલ્લા 2 મહિનામાં હાર્ટ એટેકથી 8થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મહિલનાનું હાર્ટ એટેકથી મોત થયું હતું. 45 વર્ષીય મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી તી. જે બાદ તેમને હ્રદય રોગનો હુમલો આવી ગયો હતો.

રાજકોટમાં પણ તાજેતરમાં આવા કિસ્સાઓ બન્યા છે. તાજેતરમાં જ એક 32 વર્ષીય મહિલાનું કપડા ધોતા ધોતા મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિને જમતા જમતા હાર્ટ એટેક ભરખી ગયો હતો. 40 વર્ષીય ભીખા પ્રજાપતિ ભોજન લઈ રહ્યા હતા આ દરમિયાન જ અચાનક તેઓ ઢળી પડ્યા હતા.

તાજેતરમાં જ પાટણમાં એક અચંબિત કરતો બનાવ સામે આવ્યો હતો. પાટણમાં આમ આદમી પાર્ટીના બે પૂર્વ પ્રમુખોની પત્નીના હાર્ટ એટેકથી મોત થતાં પરિવારજનો અને સગા સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી પ્રમાણે પાટણના આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ઉત્તમ ડોડીયાનાં પત્ની ઉર્મિલા ડોડીયાનું અને પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલનાં પત્ની ભાવિકા પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે. જોગાનુજોગ એકજ પાર્ટીના બે પૂર્વ પ્રમુખોની પત્નીઓના હાર્ટ એટેકથી મોત થયા છે. જેના કારણે પાટણ પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments