Homeદે ઘુમા કેસૌરાષ્ટ્ર વિરૂદ્ધ સેન્ચુરી ફટકારી અજિંક્ય રહાણે ફરી લયમાં આવ્યો, હવે પુજારા પર...

સૌરાષ્ટ્ર વિરૂદ્ધ સેન્ચુરી ફટકારી અજિંક્ય રહાણે ફરી લયમાં આવ્યો, હવે પુજારા પર નજર

Team Chabuk-Sports Desk: કથળતા ફોર્મની સામે સંઘર્ષ કરી રહેલા અજિંક્ય રહાણેને બીસીસીઆઈ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીની સલાહ ફળી છે. અજિંક્ય રહાણેએ રણજી ટ્રોફીનો આગાઝ સેન્ચુરી ફટકારી કર્યો છે અને પોતાનું ફોર્મ પરત મેળવ્યું છે. મુંબઈની તરફથી રમતા અજિંક્યએ સૌરાષ્ટ્રની વિરૂદ્ધ 212 બોલમાં પોતાની સેન્ચુરી પૂર્ણ કરી હતી. આ સેન્ચુરી તેણે 14 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી પૂર્ણ કરી હતી.

મુંબઈની 44 રન પર ત્રણ વિકેટ પડી ગયા બાદ લથડતી પારીને સંભાળવા માટે અજિંક્ય રહાણે મેદાનમાં આવ્યો હતો. સરફરાજ ખાનની સાથે મળી ચોથી વિકેટ માટે તેણે 200 રનથી વધારેની ભાગીદારી નોંધાવી ટીમને મજબૂત સ્થિતિમાં લાવીને રાખી દીધું હતું. સૌરાષ્ટ્રના બોલર્સના દરેક બોલનો ઉત્તર અનુભવી અજિંક્ય રહાણેએ આપ્યો હતો. દિવસની રમત પૂર્ણ થતા અજિંક્યએ 250 બોલમાં 108 રન ફટકાર્યા હતા. જ્યારે સરફરાજે પણ અજિંક્યનો સાથ પૂરાવતા 219 બોલમાં 121 રનની નોટ આઉટ ઈનિંગ રમી હતી.

ભારતીય ટીમને આગામી મહિને શ્રીલંકામાં બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. જે ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ હશે. એવામાં ટીમની બહાર થવાની અણી પર રહેલ અજિંક્યની સેન્ચુરીએ આશા જગાવી છે અને આલોચકોનું મોં બંધ કરી દીધું છે. સેન્ચુરીની મદદથી અજિંક્યએ પરત ફોર્મ પણ મેળવ્યું છે અને આત્મવિશ્વાસ પણ.

રહાણેએ હાલમાં જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. તે રન બનાવવા માટે સતત સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. નબળા પ્રદર્શનના કારણે યુવાઓને તક આપવાનો સૂર પણ ઉઠ્યો હતો. રહાણે સિવાય રહાણેની વિરોધી ટીમમાં ભારતીય ટીમના આધારભૂત બેટ્સમેન ચેતેશ્વર પુજારા પણ રમી રહ્યો છે. જેની ઉપર પણ ટેસ્ટમાંથી બહાર થવાની લટકતી તલવાર છે.

એટલે કે જો ચેતેશ્વર પુજારા પણ રહાણેની જેમ પ્રદર્શન કરે છે તો રહાણે અને પુજારા ટીમમાંથી આઉટ થતા થતા રહી જશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના પૂર્વ સુકાની અને વર્તમાન સમયે બીસીસીઆઈના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ આ બંને ખેલાડીઓને રણજી રમવાની અને લયમાં પરત ફરવાની સલાહ આપી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments