Homeદે ઘુમા કેયશ ધૂલની ફર્સ્ટ ક્લાસ ડેબ્યુમાં સેન્ચુરી જોઈ ઈંગ્લેન્ડના માઈકલ વોને કરી આ...

યશ ધૂલની ફર્સ્ટ ક્લાસ ડેબ્યુમાં સેન્ચુરી જોઈ ઈંગ્લેન્ડના માઈકલ વોને કરી આ ભવિષ્યવાણી

Team Chabuk-Sports Desk: બે વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ રણજી ટ્રોફીની ફરીથી ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. આયોજકોએ પ્રથમ શ્રેણીની રણજી ટ્રોફી ક્રિકેટને બે ભાગમાં વિભાજીત કર્યું છે. પ્રથમ ચરણ આઈપીએલ પૂર્વે અને બીજું ચરણ આઈપીએલ બાદ હશે. લીગમાં 57 મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે જ અંડર-19 વિશ્વકપ વિજેતા ટીમના બે ખેલાડીઓનું સાતત્યપૂર્ણ પ્રદર્શન જોવા મળ્યું હતું.

અંડર-19 વિશ્વકપની ટીમના સુકાની અને ભારતનું ક્રિકેટમાં ભવિષ્ય ગણાતા યશ ધુલે દિલ્હીની તરફથી પ્રથમ શ્રેણીમાં ડેબ્યુ કર્યું હતું. તમિલનાડુની વિરૂદ્ધ રણજી મેચ રમતા તેણે સેન્ચુરી ફટકારી હતી. 19 વર્ષીય યશ ધૂલે 57 બોલમાં હાફ સેન્ચુરી પૂર્ણ કરી હતી. અહીંથી અટકવાની જગ્યાએ 133 બોલમાં સેન્ચુરી ફટકારી પોતાની યશસ્વી કારકિર્દીના સૂર્યોદયની કિરણને અકબંધ રાખી હતી. જોકે દિલ્હીની ટીમે ધડાધડ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. યશની ઉપસ્થિતિ મેચને રોમાંચક તબક્કમાં લઈ ગઈ હતી. યશે ચોથી વિકેટ માટે જોન્ટી સિદ્ધુની સાથે મળી 119 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે યશ 150 બોલમાં 113 રન ફટકારી આઉટ થઈ ગયો હતો.

ભારતીય ટીમના ખેલાડીઓ પર સોશિયલ મીડિયામાં વારંવાર આલોચના કરતા રહેતા ઈંગ્લેન્ડના પૂર્વ સુકાની માઈકલ વોએ પણ યશ ધૂલની સેન્ચુરીની પ્રશંસાના પુલ બાંધ્યા હતા. ટ્વીટર પણ તેમણે યશની પ્રશંસા કરતા લખ્યું હતું કે, ‘ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂમાં જ સેન્ચુરી? યશ ધૂલ એ ખેલાડી છે જેના આવનારા વર્ષોમાં આપણે અસંખ્ય વખત જોવાના છીએ.’

અંડર-19ની ફાઈનલમાં પાંચ વિકેટ ઝડપનારા યુવા ઓલરાઉન્ડર રાજ બાવાએ પણ નવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ચંદીગઢની તરફથી રમતા તેણે હૈદરાબાદની વિરૂદ્ધ પ્રથમ બોલમાં જ વિકેટ ઝડપી હતી. 19 વર્ષીય રાજ બાવાએ પ્રથમ શ્રેણીના કરિયરની પહેલી બોલમાં તન્મય અગ્રવાલને આઉટ કર્યો હતો. તેણે 17 બોલમાં બે વિકેટ ઝડપી હતી.

રાજ બાવા અને યશ ધૂલે અંડર-19 વિશ્વકપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. યશે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની સામે સેન્ચુરી ફટકારી હતી. ભારતીય ક્રિકેટ ટીમનું ભવિષ્ય ગણાતા આ બંને ખેલાડીઓ આઈપીએલમાં પણ ખરીદવામાં આવ્યા છે. જેથી તેમની તેજ ધાર બેટીંગ અને બોલિંગનો નજારો ત્યાં પણ જોવા મળશે. હાલમાં આ બંને ખેલાડીઓનું આ વર્ષ ભરપૂર વ્યસ્તતામાં પસાર થવાનું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments