શૈલેષ નાઘેરાઃ રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વાઈરલ થયેલો આ વીડિયો ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના એક ગામનો છે. જેમાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલ ઉડતી જોવા મળી રહી છે. વીડિયોમાં કેટલાક શખ્સો કાયદાનો ડર રાખ્યા વગર દારૂની બોટલ લઈને એક બીજા પર દારૂની છોળો ઉડાવી રહ્યા છે અને નાચી રહ્યા છે.
ઊના તાલુકાના કાળાપણ ખાણ ગામનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ વીડિયો 16 ફેબ્રુઆરીની રાતનો હોવાનું જાણવા મળ્યું છે. ખાણ ગામના નવ નિયુક્ત યુવા સરપંચના લગ્ન પ્રસંગનો આ વીડિયો હોવાની જાણકારી મળી છે. લગ્ન પ્રસંગમાં દારૂ-બિયરની બોટલો લઈને કેટલાક શખ્સો નાચી રહ્યા છે અને દારૂ-બિયર બોટલમાંથી એક બીજા પર ઉડાવી રહ્યા છે. આમ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ-બિયરની રેલમછેલ ઉડતાં પોલીસ પ્રશાસનની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના ઊનાના ગામનો વીડિયો વાઇરલ, લગ્ન પ્રસંગમાં ઉડી દારૂની છોળો pic.twitter.com/1nDrIt7FdX
— thechabuk (@thechabuk) February 21, 2022
ગીર સોમનાથ જિલ્લાના ઊનાના ગામનો વીડિયો વાઇરલ, લગ્ન પ્રસંગમાં ઉડી દારૂની છોળો pic.twitter.com/TuDddqE4sV
— thechabuk (@thechabuk) February 21, 2022
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, કેટલાક નબીરાઓને જાણે કે કાયદાનો ડર જ ના હોય તેમ જાહેરમાં દારૂની બોટલો વચ્ચે મૂકીને આસપાસ નાચી રહ્યા છે. ગુજરાતી ગીત પર ડાન્સ કરતા આ નબીરાઓ દારૂ પીને એક બીજા ઉપર દારૂની છોળો ઉડાવી રહ્યા છે. આ વાઈરલ વીડિયોમાં ખાણ ગામના સરપંચના ભાઈ વિજય સોલંકી સહિતના શખ્સો હોવાની ચર્ચા ચાલી રહી છે.
આ વાયરલ વીડિયો અંગે એએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, ઊના તાલુકાના કાલાપણ ગામનો વીડિયો હોવાનું જાણવા મળ્યુ છે. જેના આધારે આ મામલે વિજય કાંતિભાઈ સોલંકી અને રાણા દિલીપ સોલંકી નામના બે શખ્સોને શંકમદ તરીકે અટક કરી પૂછપરછ હાથ ધરી છે. વીડિયોમાં જોવા મળતા દ્રશ્યોમાં દારૂ છે કે શું તે અંગે પણ તપાસ હાથ ધરી છે. જો દારૂ હશે તો પોલીસ દ્વારા કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
