Team Chabuk-Gujarat Desk: દેશમાં ફરી મોસમનો મિજાજ બદલ્યો છે. કેટલીક જગ્યાએ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને અન્ય સ્થળોએ ભારે હિમવર્ષા અને વરસાદ વરસી રહ્યો છે. તો ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.
અંબાલાલ પટેલે તારીખ સાથે આગાહી કરતા કહ્યું કે, 8 -12 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળવાયુ આવતા ગરમી વધશે.
પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં 9 માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે 9 થી 12 માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને ભારે વાદળો આવશે. ઉત્તરાખંડમાં 10 થી 12 માર્ચ સુધી હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે.
આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, મધ્ય ભારત અને ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન 3-5 ડિગ્રી સેલ્સિયસ વધશે. જો કે, આગામી 2 દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં.
6 થી 8 માર્ચ સુધી ગોવા, કોંકણ, કેરળ અને કર્ણાટકમાં આકરી ગરમી પડશે. કોંકણ અને ગોવામાં 9-10 માર્ચે ગરમીનું મોજું રહેશે. 7મી માર્ચે આંધ્રપ્રદેશમાં હીટ વેવની સ્થિતિ રહેશે.
અંબાલાલ પટેલે કહ્યું કે, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને કરા પડવાની શક્યતા જોવામાં આવી રહી છે. જેના કારણે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો સહિત અન્ય પૂર્વીય ગુજરાતના ભાગમાં સવારના સમયે સહેજ ઠંડી આવી શકે છે. માર્ચ માસમાં ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હવામાનમાં ફેરફારની શક્યતા છે.
તો માર્ચ અને એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું છે. ઉત્તર ગુજરાતમાં 39 ડિગ્રી તો મધ્ય ગુજરાતમાં 41 ડિગ્રીએ તાપમાન પહોંચી શકે છે.
હવામાન વિભાગે હાલ આ અઠવાડિયે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાતમાં અસરની આગાહી કરી છે. આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટબન્સ નબળા આવ્યા છે. સૂર્યના કિરણો સીધા જમીન પર પડવાથી માર્ચ માસમાં ગરમી વધુ પડવાની શક્યતા છે. 7 માર્ચ પહેલા ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન કંઈક અંશે ઘટેલું રહેશે. 7 માર્ચ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થવાની રહેશે શક્યતા રહેશે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી 46 આસપાસ રહેવાની શક્યતા રહેશે.

તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત