Homeવિશેષહોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર...

હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ

Team Chabuk: આજથી હોળાષ્ટક શરૂ થયું છે. આગામી આઠ દિવસ દરમિયાન જ્યોતિષ શાસ્ત્રો મુજબ કોઈ શુભ કામ ન કરવા જોઈએ અને જો કોઈ આ દિવસોમાં આવું કરે છે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે તેવો દાવો છે.

હોળીના 8 દિવસ પહેલાથી હોળાષ્ટક લાગી જાય છે. આ દરમિયાન ઘણા શુભ કાર્યો કરવાની મનાઈ છે. હોળાષ્ટકને જ્યોતિષમાં અશુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર, હોળાષ્ટક દરમિયાન તમામ ગ્રહો ઉગ્ર અવસ્થામાં રહે છે. એટલા માટે કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. આ વર્ષે હોળાષ્ટક 7 માર્ચ 2025 એટલે આજથી શરુ થઈ ગયા છે.

હોળાષ્ટક 7 માર્ચથી 13 માર્ચ હોલિકા દહન સુધી ચાલશે. બીજા દિવસે એટલે 14 માર્ચે ધુળેટી ઉજવાશે. હોળાષ્ટકના આઠ દિવસ અલગ અલગ ગ્રહો ક્રૂર અવસ્થામાં રહે છે. આઠમની તિથિએ ચંદ્ર, નવમી તિથિએ સૂર્ય, દશમના રોજ શનિ, એકાદશીએ શુક્ર, દ્વાદશીએ બૃહસ્પતિ, ત્રયોદશીએ બુધ, ચતુર્દશીએ મંગળ અને પૂર્ણિમા પર રાહુ ક્રૂર હોય છે. આ દિવસમાં કોઈ પણ નવી વસ્તુ ખરીદવાની મનાઈ હોય છે.

હોળાષ્ટક દરમિયાન ગ્રહોની અશુભ અસરને ઓછી કરવા માટે બને તેટલી પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે હોળાષ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુ, ભગવાન નરસિંહ અને હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઈએ.આ ઉપરાંત આ આઠ દિવસો સુધી મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરવો જોઈએ.

હોળાષ્ટક દરમિયાન લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ. વ્યક્તિએ કોઈપણ દુકાન, પ્લોટ વગેરે જેવી મિલકત પણ ન ખરીદવી જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments