Homeદે ઘુમા કેભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો

ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો

Team Chabuk-Sports Desk: આખરે દુબઈમાં ભારતીય ક્રિકેટ ટીમે ત્રિરંગો લહેરાવી દીધો. વરુણ ચક્રવર્તીના ચક્રવાત અને કેપ્ટન રોહિત શર્માની તોફાની બેટિંગ સહિત ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનના કારણે ભારતીય ટીમ 12 વર્ષ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખીતાબ જીતી છે. રોહિત શર્મા મેન ઓફ ધી મેચ રહ્યો. જીત સાથે જ ભારતીય ટીમ ગ્રાઉન્ડમાં પહોંચી ગઈ હતી. રોહિત શર્મા અને કિંગ કોહલી તો મેદાન વચ્ચે સ્ટમ્પ્સથી ડાંડિયા રમતા પણ જોવા મળ્યા.

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ચેમ્પિયન બન્યું છે. દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજું ટાઇટલ મેળવ્યું છે. કેપ્ટન રોહિત શર્માએ 76 રન બનાવ્યા હતા. તો શ્રેયસ અય્યરે 48 રન બનાવ્યા હતા. જ્યારે રાહુલ,અક્ષર, હાર્દિક અને જાડેજાએ પણ મહત્વનો ફાળો આપ્યો.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝિલેન્ડે ભારતને 252 રનનું લક્ષ્ય આપ્યું હતું જેને ભારતે 49 ઓવરમાં મેળવી લીધું.9 મહિનામાં કેપ્ટન તરીકે રોહિત શર્માનું આ બીજું ICC ટાઇટલ છે. તેણે ગયા વર્ષે 29 જૂને T-20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.

રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ખૂબ જ શાનદાર ઈનિંગ રમી હતી. રોહિતે 83 બોલમાં 76 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. શ્રેયસ અય્યરે પણ 48 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. આ સાથે જ જાડેજાને એક વિકેટ મળી હતી. શમીએ એક વિકેટ અને એક ખેલાડી રનઆઉટ થયો હતો.

ભારતે કુલ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર દેશ પણ બની ગયો છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા પણ બે વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચુક્યું છે. ભારતે 2002માં શ્રીલંકા સાથે ચેમ્પિયન્સ ટ્રોફી શેર કરી હતી, ત્યારબાદ 2013માં ટીમ ઈન્ડિયાએ ધોનીની કપ્તાનીમાં ટ્રોફી જીતી હતી. હવે 2025માં ભારત ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બન્યું છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 251 રન બનાવ્યા હતા. કિવિઝ તરફથી સૌથી વધુ રન ડેરિલ મિશેલે બનાવ્યા, જેણે 63 રનની ઇનિંગ રમી. પરંતુ ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડની ઈનિંગ્સની પ્રથમ 10 ઓવરમાં ચોક્કસપણે નુકસાન થયું હતું કારણ કે છેલ્લી 10 ઓવરમાં કિવિઓએ 79 રન બનાવ્યા હતા. માઈકલ બ્રેસવેલે 40 બોલમાં 53 રનની ઈનિંગ રમીને ન્યૂઝીલેન્ડને 251 રન સુધી પહોંચાડ્યું હતું.

ind vs nz

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments