Team Chabuk-Gujarat Desk: અમદાવાદ સહિત રાજ્યના દરેક નાના-મોટા શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ વધી ગયો છે. રખડતાં ઢોરના કારણે અવાર નવાર રાહદારીઓને અકસ્માત નડતાં હોય છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી પણ કાઢી હતી. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે જે અધિકારીઓ રખડતાં ઢોર મામલે કાર્યવાહી કરવા માટે કાર્યક્ષમ છે તેઓ જ લાંચ લઈને ઢોર માલિકોને છૂટછાટ આપી રહ્યા છે. રસ્તા પર રખડતી ગાયોને નહીં પકડવા અને પકડાયેલી ગાયોને છોડાવવા માટે અધિકારીઓ લાખો રૂપિયાના હપ્તા ઉઘરાવી રહ્યા છે. જે અંગેની ફરિયાદ મળતા એસીબી દ્વારા છટકું ગોઠવીને અમદાવાદ કોર્પોરેશનમાં રખડતાં ઢોર વિભાગમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એફ.એમ.કુરેશી લાંચ લેતાં ઝડપી પાડ્યા છે.
એસીબીની ટ્રેપમાં વિવાદાસ્પદ પીઆઈ એફ.એમ. કુરેશી લાંચ લેતા ઝડપાયા છે. એસીબીએ છટકું ગોઠવીને પીઆઈને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. તેઓ કોર્પોરેશનના ગાય અંકુશ વિભાગમાં પીઆઈ તરીકે ફરજ બતાવતા હતા. જેઓ ગાયો નહીં પકડવાના હપ્તા અને દિવાળી બોનસ પેટે ફરિયાદી પાસે રૂ. 10 હજારની લાંચ લેતાં ઝડપાઈ ગયા છે. ગાયો ન પકડવા માટે તેઓ લાંચ પેટે દર મહિને પશુપાલક પાસેથી 10,000 રૂપિયાની માંગણી કરે છે અને જો લાંચ ન આપે તો કેસ કરવાની ધમકી આપે છે.
ઢોર ન પકડવા માટે પીઆઈ કુરેશીએ હપ્તા બાંધ્યા હતા. ત્યારે આ મામલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકુ ગોઠવીને કુરેશીને લાંચ લેતા પકડી પાડ્યા છે. ગઈકાલે સાંજે એસીબી દ્વારા છટકાનું આયોજન કરાયું હતું.
સોમવારે ફરિયાદીના મોબાઈલમાં આરોપી પીઆઈ કુરેશીએ ફોન કરી હપ્તાના રૂ.10000/- તથા દિવાળી બોનસ પેટે રૂ.10000/- મળી રૂ.20000/-ની માગણી કરી હતી, જેથી ફરિયાદી પાસે પૈસાની વ્યવસ્થા ન હોવાનું કહેતાં પીઆઈ કુરેશીએ હપ્તાના રૂ.10000/- આપી જવાનું કહ્યું હતું. જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોઈ, ફરિયાદીએ એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી એસીબીને ફરિયાદ કરી હતી.. ફરિયાદીની ફરિયાદના આધારે આજે સાંજે લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂપિયા 10000/-ની લાંચ લેતાં એરપોર્ટ સર્કલ પાસે ઇનવન હોટલના ટેરેસ ઉપર ટ્રેપ ગોઠવીને પીઆઈ કુરેશીને લાંચ લેતાં ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
વિવાદોનું બીજું નામ એટલે પીઆઈ કુરેશી
ઉલ્લેખનીય છે કે, પીઆઈ એફ.એમ. કુરેશી અગાઉ પણ ઘણા વિવાદમાં આવી ચૂક્યા છે. કુરેશી પર બળાત્કારના કેસમાં પણ જેલની હવા ખાઈ ચૂક્યા છે. તેમજ તેમના પર ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવાનો પણ આરોપ હતો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત