Team Chabuk-National Desk: રાજસ્થાનમાં વધુ એક દલિત વ્યક્તિને માર મારવાનો બનાવ સામે આવ્યો છે. મંદિરમાં પ્રવેશ કરવાના મુદ્દે દલિત યુવકને ચારથી પાંચ લોકોએ માર માર્યો હતો અને તેને જાતિસૂચક અપશબ્દો પણ કહ્યા હતા. આ ઘટના સંદર્ભનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, યુવકને જબરદસ્તી મુરઘો બનાવવામાં આવી રહ્યો છે. આ યુવક ત્યાંથી કોઈને કોઈ રીતે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

પીડિય યુવકનું નામ જીતેન્દ્ર છે. રવિવારના દસ ઓક્ટોબરના રોજ આ અંગેની પોલીસ ફરિયાદ તેણે નોંધાવી હતી. રિપોર્ટ મુજબ એક ઓક્ટોબરના રોજ જીતેન્દ્ર પોતાના મિત્ર ગુલાબ સિંહ અને નવીનની સાથે મોમાજી મંદિર ગયો હતો. જ્યાં પાંચ લોકો તેની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. જીતેન્દ્રએ તેમને રોકવાની કોશિશ કરી હતી, પણ તેમણે જીતેન્દ્રનું અપમાન કર્યું હતું અને કહ્યું હતું કે, ‘મંદિર તેની પૂજા માટે નથી.’

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ આરોપીઓ નશામાં ધૂત હતા. તેઓ ઝઘડો કરવા મેદાનમાં આવ્યા હતા પણ કોઈ રીતે સમજાવી તેમને પરત મોકલી દેવામાં આવ્યા, છતાં તેઓ પાછા ઝઘડો કરવા માટે આવ્યા હતા. તેમણે જીતેન્દ્રને અટકાવી ધક્કા મુક્કી કરી, પીડિતને મુક્કા, લાત માર્યા. તેના મિત્રો કોઈ રીતે તેને ત્યાંથી બહાર કાઢવામાં સફળ થયા હતા.

જીતેન્દ્રની સાથે આવું વર્તન કરનારા એક આરોપીનું નામ પણ જીતેન્દ્ર સિંહ છે. બાકીના આરોપી દિલીપ વૈષ્ણવ, નરપત સિંહ, હેમ સિંહ અને પિન્ટુ. પીડિતને માર માર્યા બાદ આરોપીઓએ તેને ધમકી આપી હતી કે જો તેણે ફરિયાદ નોંધાવી તો જાનથી મારી નાખવામાં આવશે. તેમના પરિવારજનો પર ધમકી ભર્યા ફોન પણ આવ્યા હતા. ધમકીઓના કારણે જ તેણે દસ દિવસ સુધી રિપોર્ટ નહોતી લખાવી. અંતે દસ ઓક્ટોબરના રોજ જાલૌર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત