Team Chabuk-International Desk: ઈઝરાયલના પત્રકાર યોસ્સી મેલમેને સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેમણે ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે, જો પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અબ્દુલ કદીર ખાનના બદ ઈરાદાઓની જાણકારી અંગે મોસાદને આરંભમાં જ ખ્યાલ આવી જાત તો એ સમયના મોસાદના ચીફ શબતઈ શાવિત તેમને મારવા માટે તુરંત ટીમ મોકલી દેત. અબ્દુલ કદીર ખાન ઈસ્લામિક ન્યૂક્લિયર બોમ્બનો જનક માનવામાં આવે છે. પત્રકાર યોસ્સી દ્વારા આ ધડાકો કદીરના નિધનના ત્રણ દિવસ બાદ કરવામાં આવ્યો છે.

પત્રકાર યોસ્સી મેલમેને હારેજ અખબારમાં એક લેખ લખ્યો છે કે પાકિસ્તાનને પરમાણુ શક્તિથી સજ્જ કરનારા અબ્દુલ કદીર ખાને પરમાણુ બોમ્બ બનાવવા અંગેની ગોપનિય જાણકારી ચોરી કરી અને એ દેશોને વેચી દીધી જે આપણા માટે મોટી સમસ્યારૂપ સાબિત થઈ શકે છે. જો ઈઝરાયલની સુરક્ષા એજન્સીઓને કાદિરના ઈરાદાઓ વિષે યોગ્ય સમયે જાણકારી મળી ગઈ હોત તો એ સમયની મોસાદ એમનું ઘડીના છઠ્ઠા ભાગમાં કાસળ કાઢી નાખેત.

મેલમેને હાઉ પાકિસ્તાન અ ક્યૂ ખાન, ફાધર ઓફ ધ મુસ્લિમ બોમ્બ, એસ્કેપ્ટ મોસાદ અસેસિનેશનના શીર્ષક હેઠળ લેખ લખ્યો છે કે મોસાદે પશ્ચિમ એશિયામાં ખાનની યાત્રાઓ પર ચાંપતી નજર રાખેલી હતી. જોકે એક સંદિગ્ધ પરમાણુ પ્રસાર નેટવર્ક બનાવવાના તેમના પ્રયત્નોને ઠીકથી ઓળખી ન શકી.

આ વાતને તેઓ કંઈક આ રીતે લખે છે, જેમ કે શાવિતે મને દોઢ દાયકા પહેલા જણાવ્યું હતું કે, ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ અને અમાન કદીર ખાનની મન્શાઓને સમજી નહોતી શકી. શાવિતે જણાવ્યું હતું કે, જો તે અને તેમના સાથીઓ કદીર ખાનના બદઈરાદાઓને ઓળખી પાડેત તો પાકિસ્તાની વૈજ્ઞાનિકને મારવા માટે મોસાદની ટીમ મોકલેત.

અબ્દુલ કદીર ખાન એ વૈજ્ઞાનિક છે જેને ઈસ્લામિક ન્યૂક્લિયર બોમ્બનો જનક માનવામાં આવે છે. તેના પર કેટલાય દેશોને પરમાણુ બોમ્બ બનાવવાની પ્રોદ્યોગિક વેચવાનો આરોપ છે. જેમાં ઈરાન અને લીબિયા જેવા ખુંખાર રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. શ્વાસ લેવાની તકલીફ થયા બાદ પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ વૈજ્ઞાનિક ડૉ.અબ્દુલ કદીર ખાનનું રવિવારે દસ ઓક્ટોબરના રોજ સવારમાં 85 વર્ષની વયે નિધન થયું હતું.

1998માં યૂએસ ન્યૂઝ વીક મેગેઝિનમાં એક રિપોર્ટ પ્રકાશિત કરીને ડૉ.ખાન પર આરોપ લગાવાવમાં આવ્યો હતો કે, તેમણે ઈરાકને પરમાણુ બોમ્બ બનાવવાના રહસ્યો વેચી માર્યા હતા. થોડા સમય બાદ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશને આ વાતની ગંધ આવી જતાં તેમણે જાસૂસો મારફતે ગુપ્ત તપાસ કરાવી હતી. જેમાં ફળ સ્વરૂપે સામે આવ્યું હતું કે, ડૉ ખાને ઈરાન, નોર્થ કોરિયા, લીબિયા અને ઈરાકને પણ ન્યૂક્લિયર ટેક્નોલોજી વેચી મહાસત્તાઓની ઉંઘ હરામ કરી દીધી છે. આજે ઈરાનના પરમાણુ કાર્યક્રમને ઈઝરાયલ પોતાના માટે સૌથી મોટો ખતરો માને છે. ઈઝરાયલે સંકલ્પ લીધો છે કે કોઈ પણ ભોગે ઈરાનના પરમાણુ કાર્યક્રમને સફળ થવા ન દેવો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત