Team Chabuk-Gujarat Desk: કોરોનાની બીજી લહેર લગભગ હવે ખતમ થઈ ગઈ છે, ગુજરાત અને દેશ માટે આ સુખદ સમાચાર છે. ત્યારે વધુ એક સારા સમાચાર મળ્યા છે. ત્રીજી લહેરના સંભાવના વચ્ચે અમદાવાદવાસીઓ માટે સારા સંકેત મળ્યા છે. અમદાવાદ (ahmedabad) શહેરીના લોકો (People) માટે આનંદના સમાચાર છે કે, અમદાવાદ શહેરમાં વસતા લોકોમાં બીજી લહેર બાદ એન્ટીબોડીની ટકાવારીમાં વધારો થયો છે. એક સર્વે પ્રમાણે 81 ટકા લોકોમાં હર્ડ ઇમ્યુનિટી (Herd Immunity) વિકસિત (Developed) થઈ ચૂકી છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા થયેલા એક સર્વેમાં આ જાણકારી મળી છે.
અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે જૂન મહિનામાં હાથ ધરેલા સીરો સર્વેના રિપોર્ટમાં આ અંગેનો ખુલાસો થયો છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર દિલીપ માવળકરે સીરો સર્વેના રિપોર્ટનો અભ્યાસ કરતાં આનંદની લાગણી અનુભવતા કહ્યું છે કે, આ રિપોર્ટના પગલે ત્રીજી લહેરથી સંભવિત ખતરામાં અમદાવાદીઓને રાહત મળી શકે છે. વાઇરસનો સ્ટ્રેન બદલાતા કોરોનાનો ખતરો યથાવત રહેશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે સીરો સર્વે કરવામાં આવી રહ્યો છે. જેથી ભવિષ્યમાં ચેપ ફેલાવવાના વ્યાપને જાણી શકાય. આ ડેટા ખૂબ જ ઉપયોગી બની રહે છે. આ માહિતીના આધારે જાણવા મળ્યું છે કે, અમદાવાદ શહેરના 81 ટકા લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ છે. જેથી આટલા લોકોને કોરોનાનો ચેપ લાગવાની સંભાવના ખૂબ જ ઓછી છે.
અમદાવાદ શહેરના 81 ટકા લોકોમાં હર્ડ ઇમ્યુનિટી વિકસી ચૂકી હોવાના સમાચાર એક પ્રકારે સુખદ સમાચાર છે. છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદ શહેરમાં પણ ગણ્યા ગાંઠ્યા જ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પણ હવે નહીં જેટલા જ સારવાર હેઠળ છે. કોરોના હોસ્પિટલમાં બેડ પણ ખાલી પડ્યા છે. ઘણી ખાનગી કોવિડ હોસ્પિટલ તો બંધ કરી દેવાની નોબત આવી છે. આમ અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
આ સાથે જ રસીકરણની પ્રક્રિયા પણ ઝડપી બનાવાઈ રહી છે. અમદાવાદ શહેરમાં રવિવારે પણ કોરોના રસીકરણ ચાલુ રાખવામાં આવ્યું છે. જેમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હોય અને સરકારની માર્ગદર્શિકા પ્રમાણે કોવિશીલ્ડના પ્રથમ ડોઝને 84 દિવસ અને કોવેક્સિનના પ્રથમ ડોઝને 28 દિવસ પૂર્ણ થઈ ગયા હોય તેવા લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત