Homeગુર્જર નગરીઅમદાવાદમાં No Vaccine No Entry નો પ્રથમ દિવસ આવો રહ્યો

અમદાવાદમાં No Vaccine No Entry નો પ્રથમ દિવસ આવો રહ્યો

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં સૌપ્રથમ શહેર કે જ્યાં નો વેક્સિન નો એન્ટ્રી (No Vaccine No Entry) અભિયાનનો પ્રારંભ કરવાવામાં આવ્યો છે. રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં આજથી મહાનગરપાલિકાએ નો વેક્સિન નો એન્ટ્રી (No Vaccine No Entry) અભિયાનનો પ્રારંભ કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ એએમટીએસ, બીઆરટીએસ, કાંકરિયા, બગીચાઓ અને મહાનગરપાલિકાની ઓફિસ સહિતના જાહેર સ્થળો પર વેક્સિન ન લીધા હોય તેવા લોકોને પ્રવેશ ન આપવાનો નિર્ણય લીધો છે. આ નિયમને 20 સપ્ટેમ્બર એટલે કે આજથી લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ મહાનગરપાલિકાની ટીમો દ્વારા અલગ અલગ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને લોકો પાસેથી પ્રવેશ પહેલા કોરોના વેક્સિન લીધાનું સર્ટિફિકેટ માગવામાં આવ્યું હતું. જે વ્યક્તિએ વેક્સિન લીધી ન હતી તેઓને સ્થળ પર પણ વેક્સિન આપવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં આવેલા 280થી વધુ બગીચાઓમાં સવારથી જ ગાર્ડન વિભાગની ટીમ ખડેપગે હતી. જે વ્યક્તિ કોરોના વેક્સિન લીધાનું સર્ટિફિકેટ બતાવે તેઓને જ બગીચામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઘણા લોકો મોબાઈલ સાથે લાવ્યા ન હતા અથવા તો વેક્સિન લીધાના પુરાવા સાથે ન હતા તેઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

બીઆરટીએસના જનરલ મેનેજર વિશાલ ખન્નામાએ જણાવ્યું કે, શહેરમાં 163 બીઆરટીએસ સ્ટેશન પર સિક્યુરીટી ગાર્ડ, બીઆરટીએસના સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકાના કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. શહેરના 15થી વધુ બીઆરટીએસ સ્ટેશન પર વેક્સિન કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે.

એમએમટીએસના ડેપ્યુટી જનરલ મેનેજરે પણ કહ્યું હતું કે, એએમટીએસની દરેક બસ દીઠ એક સ્ટાફ મૂકવામાં આવ્યો છે. બસ સ્ટેશન પર હોર્ડિંગ પણ મારી દેવામાં આવ્યા છે. મુખ્ય બસ ટર્મિનલ પર સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે વ્યક્તિઓએ વેક્સિન ન લીધા હોય તેઓને સ્થળ પર જ વેક્સિન આપવામાં આવી રહી છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વેક્સિન મહા અભિયાન અંતર્ગત મહત્વ પૂર્વ નિર્ણય કર્યો છે. વેકિસનનો પ્રથમ ડોઝ ન લીધો હોય અને બીજા ડોઝનો સમય થયો હોય છતા ના લીધો તેવા વ્યક્તિ એએસસીની બિલ્ડીગ સહિત એએમટીએસ અને બીઆરટીએસ પ્રવેશ અપાશે નહી. મહાનગર પાલિકા કમિશનર મુકેશ કુમારે તમામ વિભાગના વડાઓ સરક્યુલર કરી જાણ કરી છે. કર્મચારી એએસમી તમામ બિલ્ડીગમા પ્રવેશતા પહેલા વેકિસન સર્ટિફિકેટ બતાવુ ફરજીયાત હશે.

આટલા સ્થળોએ લાગુ પડશે નિયમ

AMTS-BRTS, કાંકરિયા લેફ્રન્ટ, કાંકરિયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, તમામ લાઈબ્રેરી, સ્વિમિંગ પુલ, જીમખાના, સિટી સિવિક સેન્ટર, એએમસી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં પ્રવેશ પ્રતિબંધ છે. શહેરમાં કુલ  46.24 લાખ લોકો વેક્સિન લેવા પાત્ર છે. જે પૈકી 37 લાખ લોકોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે. 37 લાખ પૈકી 17.11 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે. શહેરમાં એક અંદાજ મુજબ 8 લાખ લોકો હજુ બાકી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments