Homeગામનાં ચોરેGo Corona Go: ‘મેં ડોઝ લઈ લીધો છે.’ એવું મહિલા કહેતી રહી...

Go Corona Go: ‘મેં ડોઝ લઈ લીધો છે.’ એવું મહિલા કહેતી રહી અને નર્સે ત્રીસ જ મિનિટમાં બીજો ડોઝ આપી દીધો

Team Chabuk-National Desk: વેક્સિનેશનમાં લાપરવાહીને લઈ કેટલીય ઘટનાઓ સામે આવી રહી છે. કોઈને સર્ટિફિકેટ નથી મળતા, કોઈને મળે છે તો એકના વિનાના બે બે મળે છે. હવે વેક્સિનના ડોઝને લઈને જ એક ચિંતાજનક સામાચાર કેરળથી આવી રહ્યા છે. એ કેરળ જ્યાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવ્યા હતા. સમાચાર એજન્સી IANSના જણાવ્યા અનુસાર, કેરળની 84 વર્ષીય મહિલાને 30 મિનિટના અંતરાલમાં કોવિડના બે બે ડોઝ આપી દીધા હતા. આ ઘટના કેરળના અર્નાકુલમ જિલ્લાના અલુવા ખાતે આવેલી સરકારી હોસ્પિટલની છે.

આ સમગ્ર ઘટના અંગે વેક્સિનેશન માટે પોતાના પુત્ર સાથે ગયેલી મહિલા થંદમ્માએ કહ્યું હતું કે, પહેલી ડોઝ લાગ્યા બાદ હું રૂમમાંથી પરત આવી ગઈ. જ્યારે હું બહાર હતી ત્યારે મેં મારા પુત્રને કહ્યું કે હું મારા પગરખા ભૂલી ગઈ છું. હું જ્યારે પગરખા લેવા માટે પરત ફરી ત્યારે એક મહિલા અધિકારીએ કહ્યું કે, પગરખા છોડી દો અને અહીં અંદર આવો. એણે તો મારી વાત પણ ન સાંભળી. એ મને અંદર લઈ ગઈ અને મને ખુરસી પર બેસાડી દીધી. હું જેવી બેઠી એક અન્ય મહિલા આવી અને મને બીજો ડોઝ લગાવી દીધો હતો.

થંદમ્માએ વધુમાં કહ્યું કે, મેં વારંવાર વેક્સિનની બે ડોઝ લાગી ગઈ છે એવી વાત કહી તો મને એક કલાક માટે એક ઓરડામાં બેસાડી દેવામાં આવી હતી. ડોક્ટરોએ મારું સ્વાસ્થ્ય તપાસ્યું અને બધું ઠીક લાગતા મને ઘરે પરત ફરવાની અનુમતિ આપી દેવામાં આવી. એમણે જણાવ્યું કે, સ્વાસ્થ્ય અધિકારીઓએ એ પછી તો કેટલીય વખત ફોન કર્યા અને મારા સ્વાસ્થ્ય અંગે જાણ્યું. હાલ તો અડધી કલાકના અંતરે ઉપરા ઉપરી બે ડોઝ લેનારા 84 વર્ષીય થંદમ્માની તબિયત સ્થિર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments