Team Chabuk-Gujarat Desk: કોવિડ-19 મહામારીના સમયમાં પ્રજાને જરૂરી આરોગ્ય સુવિધાઓ મળી રહે તે હેતુથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા સંસદીય મતવિસ્તારમાં 10 કરોડથી વધુ રકમની વ્યવસ્થા કરી છે, જેમાંથી 100 બાયપેપ મશીન અને 25 વેન્ટીલેટરની સુવિધા ઉભી થશે. આ બાયપેપ મશીનમાંથી 50 સોલા સિવિલ ખાતે અને 50 ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત થશે.
કેન્દ્રીય ગૃહમંત્રીની આ વ્યવસ્થાના પગલે તાત્કાલિક ધોરણે 6 એમ્બ્યુલન્સ અને 2 આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ અને 2 મોબાઈલ લેબોરેટરીની સુવિધા જનતાને મળશે.
કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ઉભી કરવામાં આવેલી આ વ્યવસ્થાને પગલે અમદાવાદ જિલ્લાના 160 ગામડાઓ, ગાંધીનગર જિલ્લાના ૧૦૦ ગામડા અને ૪ નગરપાલિકા વિસ્તારની જનતાને રાહત થશે.
આ પહેલના કારણે ગાંધીનગર વિસ્તારની પ્રજાને 1- એમ્બ્યુલન્સ વાન, 1- મોબાઈલ ટેસ્ટિંગ વાન અને 1- આઈ.સી.યુ. ઓન વ્હીલ્સની સુવિધાનો લાભ મળશે. જ્યારે અમદાવાદ ક્ષેત્રની પ્રજાને 6 એમ્બ્યુલન્સ વાનનો લાભ મળશે. આ ઉપરાંત અમદાવાદ સોલા સિવિલ ખાતે આંખના રોગોના નિદાન માટે ફેકો મશીન અને સાણંદ તથા બાવળા વિસ્તારમાં એક-એક મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરી વાન ફાળવવામાં આવી છે.
કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રજાને તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સુગમતા રહે તે માટે બાવળા, સાણંદ,નાનોદરા, વિરોચનનગર,સનાથલ, સરઢવ અને સોલા સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં આઈ.સી.યુ. ઓન વ્હીલ્સની સુવિધા પૂરી પાડવામાં આવશે.
અમદાવાદના સાણંદ અને બાવળા વિસ્તારમાં 2 ડિજિટલ એક્સ રે મશીન, 2 સોનોગ્રાફી કલર મશીન, 6 ઓક્સિજન કોન્સનટ્રેટ મશીન, 12 બાયનોક્યુલર માઈક્રોસ્કોપ, 2 ડિજિટલ એક્સ રે મશીન અને ફિઝિયોથેરાપીના મશીનો ફાળવવામાં આવ્યા છે.
ગાંધીનગર વિસ્તારમાં 1 સોનોગ્રાફીક મશીન, 1 ફુલ્લી ઓટોમેટિક કેમેસ્ટ્રી એનેલાઈઝર, 1 લેપ્રોસ્કોપીક મશીન યુનિટ, 1 પોર્ટેબલ ઈ.સી.જી મશીન અને 1 ડેન્ટલ ડિજિટલ એક્સ રે મશીન ફાળવવામાં આવ્યું છે.
નગરપાલિકાવાર કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉભી કરેલી આરોગ્ય સુવિધાઓ જોઈએ તો બાવળા, સાણંદ, નાનોદરા, વિરોચનનગર, સનાથલ અને સોલા સિવિલ અર્બન હેલ્થ સેન્ટર (યુ.એચ.સી.) માટે એમ્બ્યુલન્સ. સાણંદ-બાવળા માટે મોબાઈલ લેબોરેટરી વાન, ડિજિટલ એક્સ રે મશીન, કલર સોનોગ્રાફી મશીન, બાયનોક્યુલર માઈક્રોસ્કોપ અને ડેન્ટલ ડિજિટલ એક્સ રે મશીનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સરઢવ માટે એમ્બ્યુલન્સ વાન, ગાંધીનગર માટે બ્લડ સેલ મોબાઈલ વાન અને આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ તથા કાલોલ-ગાંધીનગર માટે બાયનોક્યુલર માઈક્રોસ્કોપ. કલોલ કોમ્યુનીટી હેલ્થ સેન્ટર (સી.એચ.સી.) માટે સોનોગ્રાફી મશીન 3 ડી & 4 ડી, ફુલ્લી ઓટોમેટિક કેમેસ્ટ્રી એનલાઈઝર, લેપ્રોસ્કોપી ઓટોમેટિક કેમેસ્ટ્રી અને ડિજિટલ એક્સ રે મશીનનો સમાવેશ થાય છે.
આ બધી સુવિધાઓ મળતી થવાને કારણે રાજ્ય સરકારને કોરોના સંક્રમણ નિયંત્રણ સામેના જંગમાં નવી શકિત અને નવી દિશા મળશે એટલું જ નહિ સારવાર વ્યવસ્થાઓ પણ વધુ સુદ્રઢ બનતા કોરોનાગ્રસ્તોની દરકાર અને કાળજી વધુ વ્યાપક પણે લઈ શકાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત