Homeગુર્જર નગરીનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોનાગ્રસ્ત, બે દિવસથી CM રૂપાણી અને ગૃહમંત્રી અમિત...

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોનાગ્રસ્ત, બે દિવસથી CM રૂપાણી અને ગૃહમંત્રી અમિત શાહના સંપર્કમાં હતા

Team Chabuk-Gujarat Desk:  રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે હવે કોરોનાની ઝપેટમાં ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આવી ગયા છે. નીતિન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બીજી તરફ હવે મુખ્યમંત્રી વિજય  રૂપાણી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ટેસ્ટ કરાવી શકે છે. કારણ કે નાયબ મુખ્યમંત્રી આ બંને નેતાઓના સતત સંપર્કમાં રહ્યા હતા. રિપોર્ટ પોઝિટિવ આવ્યાના એક દિવસ પહેલાં જ એટલે કે, શુક્રવારે જ તેઓ ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી સાથે મંચ પર હાજર હતા.

કોરોના પોઝિટિવ થયા અંગેની જાણકારી ખુદ નીતિન પટેલે પોતાના ટ્વિટર મારફતે આપી હતી. નીતિન પટેલે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘સામાન્ય લક્ષણો જણાતા મેં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવેલ હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડોક્ટરની સલાહ પર હું યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.’

યુએન મહેતા હોસ્પિટલમાં ભરતી કરાયા

નીતિન પટેલને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતા તેમણે તાત્કાલિક ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને સારવાર શરૂ કરાઈ છે. હાલ નીતિન પટેલની હાલત સ્થિર છે.

અમિત શાહના સંપર્કમાં હતા નીતિન પટેલ

અમદાવાદની 900 બેડની હોસ્પિટલના ઉદ્ધાટન સમયે પણ તેઓ અમિત શાહ સાથે હતા. શુક્રવારે તેઓએ અમિતશાહ સાથેની હાઈલેવલ મીટિંગમાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત આ દરેક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની નજીકના લોકો પણ નીતિન પટેલના સતત સંપર્કમાં હતા.

નીતિન પટેલે વેક્સિનનો એક ડોઝ લીધો છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. હાલ રાજ્યની કોરોના સંક્રમણની સ્થિતિ બગડતાં તેઓ સતત કાર્યશીલ રહ્યા હતા.

કોરોનાના સકંજામાં ગુજરાત

ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. છેલ્લા બે દિવસથી કોરોનાના કેસનો આંકડો 13 હજારને પાર પોહોંચી રહ્યો છે. તેમા અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
રાજ્યમાં રોજ એક્ટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શુક્રવાર સુધીમાં કુલ 3,61,493 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 77.30 થયો છે. તો રાજ્યમાં કુલ 1,10,01,631 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments