Team Chabuk-Gujarat Desk: અમરેલીના ભંડારિયામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના બની છે. અહીં સાતસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં વડીયા તાલુકાના સનાળી ગામના અભ્યાસ કરતા વિદ્યાર્થીની ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે પથારીમાં કચરો નાખવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી. આ વિદ્યાર્થીના ભોળપણનો ફાયદો ઉઠાવી, ડરાવી-ધમકાવી, ધોરણ 11નાં વિદ્યાર્થીઓ તેની પાસેથી પાંચ દિવસથી કપડાં ધોવડાવતા હતા.
ચાર દિવસ પહેલા તેણે કપડાં ધોવાની ના પાડી દીધી હતી. જેથી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ તેને પટ્ટા વડે માર માર્યો હતો. વિદ્યાર્થી જવાહર નવોદય વિદ્યાલયની વંડી ટપી પોતાના ગામ સનાળી નાસી ગયો હતો અને ત્યાં પરિવારજનોને આપવીતી અંગે જાણકારી આપી હતી. અહીં આશ્ચર્યની વાત એ છે કે જવાહર નવોદય વિદ્યાલયના કુંભકર્ણ તંત્રને એક વિદ્યાર્થી વંડી ટપીને ઘરે ચાલ્યો ગયો છે તેની જાણ સુદ્ધાં થઈ નહોતી.
વિદ્યાલયના કુંભકર્ણ તંત્રને પરિવારજનોએ સામેથી જાણકારી આપી ત્યારે તેમને ખબર પડી કે હોસ્ટેલમાંથી એક છાત્ર ગાયબ થઈ ગયો છે. વિદ્યાર્થીના વાલી આ ઘટનાને લઈ પોલીસ મથકે પહોંચ્યા હતા. જોકે પોલીસે હજુ સુધી ગુનો નોંધ્યો નથી અને તપાસ પણ કરી ન હોય તેવી વિગત સામે આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત