Homeગુર્જર નગરીગાંધીનગર: નદીની કોતરમાં લઈ જઈ સંબંધ બાંધી નરાધમ સંજયે પ્રેમિકાના ગળા પર...

ગાંધીનગર: નદીની કોતરમાં લઈ જઈ સંબંધ બાંધી નરાધમ સંજયે પ્રેમિકાના ગળા પર પેપર કટર ફેરવી નાખ્યું

Team Chabuk-Gujarat Desk: ગુજરાતભરમાં હવે લુખ્ખા આશિકોનો ત્રાસ વર્તાય રહ્યો છે. ગ્રીષ્મા હત્યાકાંડની શાહીના ડાઘ હજુ સુકાયા નથી ત્યાં ગાંધીનગરના માણસા તાલુકાના લીંબોદરના સગીર પ્રેમીની હરકતે રૂંવાડા ઊભા કરી દીધા છે. પ્રેમિકા ભાગી જવાનું કહેતી હોય આ નરાધમ ઉશ્કેરાયો હતો અને પ્રેમિકાનું કાસળ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. સગીર પ્રેમિકાને અમરાપુર નદીની કોતરમાં લઈ જઈ અહીં બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા, બાદમાં પેપર કટરની મદદ વડે પ્રેમિકાની ઠંડે કલેજે ગળું કાપી હત્યા કરી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટના કંઈક એવી છે કે સગીરા ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. ગઈકાલે શાળામાં પરીક્ષા આપવા માટે ગઈ હતી. એવામાં સંજય સેધાજી ઠાકોર પરીક્ષા પૂર્ણ થયા પછી તેને મળ્યો હતો. તેણે સગીરાને તેના કાકા બોલાવી રહ્યા છે એવી વાત કરી બાઈકમાં બેસાડી અમરાપુર સાબરમતી નદીની કોતરમાં ઘટનાને અંજામ આપવા ઉઠાવી ગયો હતો. નરાધમે અહીં સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં બંને વચ્ચે ભાગી જવાના મુદ્દાને લઈ ચકમક ઝરી હતી. જેમાં આવેશમાં આવી જઈ નરાધમ સંજયે પેપર કટર સગીરાના ગળા પર ફેરવી દીધું હતું. સગીરા ઢળી પડી હતી અને નરાધમ સંજય ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. સગીરા માંડ માંડ કરી લોહીલુહાણ અવસ્થામાં કામ કરતા મજૂરનો ત્યાં પહોંચી હતી અને અહીં તેના કાકાને ફોન કર્યો હતો.

સગીરાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અહીં 25 જેટલા ટાંકા લઈ તેની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સદનસીબે સગીરા મોતના મુખમાંથી ઉગરી ગઈ હતી. સિવિલ હોસ્પિટલના સૂત્રોનું કહેવું છે કે જો ગળાના ભાગે 2MMનો ઘા લાગી ગયો હોત તો સગીરાની શ્વાસનળી કપાઈ ગઈ હોત અને તેને બચાવી શકાય નહોત. જો બોચીના ભાગે પણ ઊંડો ઘા થયો હોત તો હાડકું તૂટી ગયું હોત, આવી સ્થિતિમાં પણ સગીરા જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહી હોત. જોકે સગીરાના ગળાના ભાગે 12X3 સેન્ટીમીટરનો ઘા થયો હતો. ઘા એટલો ભયંકર હતો કે હોસ્પિટલમાં ખોલતાની સાથે જ લોહીના ફૂંવારા છૂંટ્યા હતા.

બીજી બાજુ આરોપી સંજયને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કર્યાં બાદ તેની પાસે ઘટનાનું રિકન્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું. ઘટના સ્થળે લઈ જઈ તેને જમીન પર બેસાડી હત્યા કેવી રીતે કરી તે અંગે આખી ઘટનાનું પુનરાવર્તન કરાવવામાં આવ્યું હતું. પોલીસે તેને પંજાની સાઈઝની લાકડી આપી હતી અને કેવી રીતે સગીરાને મારી તે જણાવવા કહ્યું હતું.

આ સમગ્ર કેસને લીડ કરી રહેલા પીઆઈ પરમાર સાહેબે અનુમાન વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી સગીરા અને સંજય પરિચયમાં હતા. ગઈકાલે શાળાએથી છૂટ્યા પછી સંજય સગીરાને અમરાપુર સાબરમતી નદીની કોતરમાં લઈ ગયો હતો. જ્યાં બંને વચ્ચે સંબંધો બંધાયા હતા. બાદમાં ભાગી જવાના મુદ્દાને લઈ બંને વચ્ચે તકરાર થઈ હતી. જેમાં સંજયે પોતાની પાસે રહેલું પેપર કટર સગીરાના ગળાના ભાગે ફેરવી દીધું હતું. અનુમાન છે કે સંજય કાવતરું ઘડીને જ આવ્યો હતો.

જોકે પૂછપરછમાં બંને વચ્ચેના નિવેદનને લઈ વિરોધાભાસ પ્રગટી રહ્યો છે. સંજય કહી રહ્યો છે કે સગીરા ભાગી જવાનું કહેતી હતી જ્યારે સગીરા સંજય પર ભાગી જવાનું કહેતો હોય તેવો આક્ષેપ કર્યો છે. પોલીસ હજુ બીજી વખત પણ આ અંગે સંજયની પૂછપરછ કરશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments