Homeગુર્જર નગરીઅમરેલીઃ મોતિયાકાંડમાં હોસ્પિટલને અધધધ 5 કરોડનો દંડ, પીડિતોને અપાશે 2થી 10 લાખનું...

અમરેલીઃ મોતિયાકાંડમાં હોસ્પિટલને અધધધ 5 કરોડનો દંડ, પીડિતોને અપાશે 2થી 10 લાખનું વળતર

Team Chabuk-Gujarat Desk: અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોતિયાની સર્જરીમાં ગંભીર બેદરકારી માટે રાજ્યના આરોગ્ય વિભાગે 5 કરોડ રૂપિયાનો અધધધ દંડ ફટકાર્યો છે. સાથે જ સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારાને 10 લાખ અને અંશત: દ્રષ્ટિ ગુમાવનારને 5 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.

આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્યના એક પણ નાગરિકના આરોગ્ય સાથે ચેડા કરનારી હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.મહત્વનું છે કે, અમરેલી જિલ્લા સ્થિત શાંતાબા કોલેજમાં મોતિયાની સર્જરી માટે દાખલ દર્દી સાથે થયેલ બેદરકારી બદલ આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે.

રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલને આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ પાંચ કરોડનો દંડ ફડકારવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, કુલ 12 જેટલા દર્દીઓ શાંતાબા મેડિકલ કૉલેજની બેદરકારીનો ભોગ બન્યા હતા. આ દર્દીઓ પ્રત્યે માનવીય અને સંવેદનશીલ અભિગમ દાખવીને સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને 10 લાખ જ્યારે અંશત: દ્રષ્ટિ ગુમાવનાર દર્દીને રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવાનો આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને આદેશ કરવામાં આવ્યો છે.

Amreli Shantaba Hospital fined Rs 5 crore

આ ઉપરાંત આ બેદરકારીનો ભોગ બનેલા અને સઘન સારવારના અંતે દ્રષ્ટિ પાછી મેળવી હોય તેવા દર્દીને રૂ. 2 લાખ ચૂકવવાનો આદેશ કરાયો છે.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, રાજ્યના એક પણ નાગિરકના આરોગ્ય સાથે ચેડા કરતી કે ગેરરિતી આચરતી હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments