Homeગુર્જર નગરીઅરવલ્લીઃ માત્ર 27 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત, પરિવાર સહિત ગામમાં શોકનો...

અરવલ્લીઃ માત્ર 27 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત, પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ

Team Chabuk-Gujarat Desk: અરવલ્લીમાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. મોડાસાના ઇટાડી ગામના 27 વર્ષીય યુવકને હાર્ટએટેક આવતા મોત થયું છે. ચૌધરી અશિત વિનોદભાઈ નામના યુવક રાજપીપળા ખાતે LI માં ફરજ બજાવતો હતો. યુવકને રાજપીપળા ખાતે હાર્ટ અટેક આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. 27 વર્ષીય યુવકનું મોત થતા પરિવાર પર માતમ છવાયો છે. યુવકના અવસાનથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.

આ પહેલાં 16 જુલાઈએ ક્રિકેટ રમવા ગયેલા યુવકનું પણ હાર્ટ એટેકથી મોત થયું હતું. અરવલ્લીના મોડાસામાં ડીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટીમાં રહેતો 20 વર્ષીય પર્વ કેતનકુમાર સોની રવિવારના દિવસે ક્રિકેટ રમવા ગયો હતો. મેદાનમાં ક્રિકેટ રમતી વખતે અચાનક તેને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. છાતીમાં વધુ દુઃખાવો થતો હોવાથી તે મેદાન પર જ બેસી ગયો હતો. સાથી મિત્રોએ તેની આવી હાલત જોઈ તેને લઈને હોસ્પિટલ તરફ દોટ મુકી હતી. જો કે, પર્વને સારવાર મળે તે પહેલાં જ તેના ધબકારા થંભી ગયા હતા. હોસ્પિટલમાં હાજર તબીબોએ પર્વને મૃત જાહેર કર્યો હતો.

Aravalli Youth Died becouse of Heart Attack

રાજ્યમાં 20થી 30 વર્ષના યુવાનોમાં હાર્ટે એટેકના કિસ્સા વધ્યા છે. 28 જૂને આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામમાં 22 વર્ષીય યુવક જીલ ભટ્ટનું પણ મોત થયું હતું. જે પોતાના પરિવાર સાથે રહેતો હતો અને તે અભ્યાસ પૂર્ણ થતા નડિયાદમાં મોબાઇલની દુકાનમાં મોબાઈલ રિપેરીંગનું કામ કરતો હતો. તો જીલના પિતા ચંદ્રકાંતભાઈ ટીવી રિપેરીંગનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે 28 જૂને આશરે સવારે 8 વાગ્યાની આસપાસ જીલ સવારે ઉઠીને બાથરૂમમાં ગયો હતો. ઘણો સમય વીતી ગયો છતાય જીલ બાથરૂમની બહાર આવ્યો નહીં. જેને લઇને પરિવારજનોને આશંકા થતા બાથરૂમનો દરવાજો ખખડાવી જીલને બૂમો પાડી હતી. પરંતુ જીલનો કોઈ જવાબ ન આવ્યો ન હતો. ત્યારબાદ પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડતાં પરિવારના સભ્યો ચોંકી ગયા હતા. કેમ કે જીલ બાથરૂમમાં બેભાન હાલતમાં પડ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments