Homeગુર્જર નગરીજેલમાંથી બહાર આવ્યા બાદ યુવરાજસિંહ જાડેજાએ શું આપ્યો સંદેશ?

જેલમાંથી બહાર આવ્યા બાદ યુવરાજસિંહ જાડેજાએ શું આપ્યો સંદેશ?

Team Chabuk-Gujarat Desk: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જામીન મળ્યા બાદ જેલ બહાર આવી ગયો છે. જેલ બહાર આવતાની સાથે જ ફરી તેણે ટ્વીટ સંદેશ દ્વારા હુંકાર કર્યો છે. યુવરાજસિંહે કહ્યું કે, “આ સંઘર્ષના સમયમાં સાથ આપનાર તમામ મિત્રો અને સ્નેહીજનોનો દિલથી ખુબ ખુબ આભાર. બસ આવા કપરા સમયમાં ફક્ત બે જ વસ્તુની જરૂર હતી અને તે છે “વિશ્વાસ અને સહકાર” અને તમે બધા મિત્રોએ એમાં જરા પણ કચાશ નથી રાખી એના માટે હું આપ બધાનો આભારી છું.

ઘણા ભ્રષ્ટાચારી લોકોએ ફસવાવા માટેના ખુબ કાવાદાવા કર્યા પરંતુ માતાજીના આશીર્વાદ હતા અને સત્ય પક્ષે હતું એટલે એક પણ વાળ વાંકો કરી શક્યા નથી. થોડી કહટામણ જરૂર રહી પરંતુ એ તો મારા જીવનનો ‘એક ભાગ’ છે. કેમ કે જે રસ્તો પસંદ કર્યો છે તે ખૂબ કાંટાળો છે. ઘણા પીઢ લોકો “ભ્રષ્ટાચારના” જે ઊંડા મૂળિયાં નાખીને બેઠા છે એની ધગધગતી દુકાનોને તાળા લાગી મૂળિયાં ઉખડવા લાગ્યા જે એને ગમતું નથી એટલે આવા હાડકા નાખતા રહેવાના. પણ એનાથી મારી લડતમાં કોઈ ફર્ક પડવાનો નથી કે હું ઝુકવાનો નથી,મારા નૈતિક ધર્મ સમજી ખોટા સામે હંમેશા આવાજ ઉઠાવ્યો છે અને હંમેશા ઉઠાવતો રહીશ. મારી વ્યક્તિગત કોઈપણ જોડે રાગ દ્વેષ કે દુશ્મનાવટ નથી, પરંતુ જેને મારા શિક્ષણના શુધ્ધિકરણ યજ્ઞથી વાંધો હોય એનું હું કંઈ કરી શકું એમ નથી, હું ફક્ત મારું કર્મ કરતો રહીશ અને અવાજ ઉઠાવતો રહીશ.

YuvrajSinh Jadeja

બાકી રહી વાત ગર્જનાની તો એટલું જ કહેવાનું કે સિંહને પાંજરામાં પુરી દેવાથી કંઈ તે ડણક દેવાનું ન ભૂલી જાય અને અમારા જેવા ક્રાંતિકારી માટે જેલ તો તપોભૂમિ સમાન છે. આવનાર દિવસોમાં નવા જોમ જુસ્સા અને જૂનુન સાથે મેદાનમાં લડત લડીશું. શિક્ષણમાં જે પણ સડો છે એ દૂર કરવાનો નિઃસ્વાર્થ પ્રયત્ન રહશે.”

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments