Homeગુર્જર નગરીઅમરેલીના ગજેરા સંકુલમાં ધોરણ 9ની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત, પરીક્ષા દરમિયાન આવ્યો...

અમરેલીના ગજેરા સંકુલમાં ધોરણ 9ની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત, પરીક્ષા દરમિયાન આવ્યો હાર્ટ એટેક

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં એક બાદ એક હાર્ટ એેટેકના બનાવોથી સમગ્ર ગુજરાતના નાગરિકોમાં ચિંતા અને ભય જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે જે સૌથી મોટું ચિંતાનું કારણ છે. આજે અમરેલીમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે વિદ્યાર્થિનીનું મોત થતાં શાળા પરિવાર અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, અમરેલીની શાંતાબા ગજેરા સ્કૂલમાં સાક્ષી રોજાસરા નામની વિદ્યાર્થિની ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. આજે શુક્રવારે સવારે શાળામાં પરીક્ષા હતી. જેમાં સાક્ષી પણ પરીક્ષા આપી રહી હતી. આ દરમિયાન સાક્ષીની તબિયત અચાનક લથડી અને છાતીમાં દુઃખાવો શરૂ થઈ ગયો હતો. આથી સ્કૂલનો સ્ટાફ વિદ્યાર્થિનીને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

amreli heart attack

બાળકીના મોત બાદ તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી છે. અચાનક વિદ્યાર્થિનીના મોતથી પરિવારના સભ્યો પણ શોકમાં ડૂબ્યા છે. મહત્વનું છે કે ભરૂચમાં 10 વર્ષની બાળકી સહિત સુરતમાં 25 વર્ષના યુવકનું પણ ગઈકાલે મોત થઈ ગયું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments