Homeગુર્જર નગરીઅમરેલીઃ માતાનું બેડરૂમમાં 14 વર્ષ અને 2 મહિનાની પુત્રી સાથે અગ્નિસ્નાન, ઘરકંકાસના...

અમરેલીઃ માતાનું બેડરૂમમાં 14 વર્ષ અને 2 મહિનાની પુત્રી સાથે અગ્નિસ્નાન, ઘરકંકાસના કારણે ટૂંકાવ્યું જીવન

Team Chabuk-Gujarat Desk: અમરેલીના ચલાલાની હરિધામ સોસાયટીમાં મકાનના બેડરૂમમાં આગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ દુર્ઘટના નથી પરંતુ માતાએ બેડરૂમમાં પોતાની બે દીકરીઓ સાથે આત્મહત્યા કરી લીધી છે. બે દીકરીઓમાં એક દીકરીની ઉંમર 14 વર્ષ છે જ્યારે બીજી દીકરીની ઉંમર માત્ર 2 મહિના જ છે. ઘરકંકાસના કારણે એક પરિવારનો માળો વિંખાઈ ગયો છે.

આ મુદ્દે પોલીસે સાવરકુંડલા DySP કે.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં મકાનમાં માતાએ પોતાની બે પુત્રી સાથે આત્મત્યા કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ ઘરકંકાસ હોવાનું સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઘરકંકાસના કારણે માતાએ દીકરીઓ સાથે કેરોસીન છાંટી જીવન ટૂંકાવી લીધુ છે. હાલ ત્રણેના મુતદેહ પોસ્ટમોર્ટમ માટે લઈ જઈ વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રથમ દ્રષ્ટીએ આ એક દુર્ઘટના હોવાનું સામે આવ્યું હતું. હરિધામ સોસાયટીમાં એક મકાનમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળતાં પાડોશીએ મહિલાના પતિને જાણ કરી હતી. તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર વિભાગની ટીમને પણ બોલાવાઈ હતી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આ ઘટનામાં 40 વર્ષીય મહિલા અને તેની બે પુત્રીઓ ભડથું થઈ ગઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બીજી તરફ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. હવે પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના નહીં પણ આત્મહત્યા હોવાનું સામે આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments