Team Chabuk-Gujarat Desk: મોંઘવારીના માર વચ્ચે પિસાઈ રહેલી જનતાને વધુ એક ભાવ વધારાના ડામ આવતીકાલથી સહન કરવો પડશે. અમૂલે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેથી લોકોને આવતીકાલથી અમૂલ દૂધ માટે વધુ ભાવ ચૂકવવા પડશે. અમૂલે દૂધના ભાવમાં લિટર દીઠ રૂપિયા 2નો ભાવ વધારો ઝીંક્યો છે. નવો ભાવ વધારો આવતીકાલ તારીખ 1લી માર્ચથી જ લાગુ પડી જશે.
અમૂલે તેના ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. અમૂલે આઠ મહિના પહેલાં જ દૂધના ભાવમાં વધારો કર્યો હતો ત્યારે આજે ફરીથી ભાવ વધારો કરાતાં અમૂલ દૂધ વપરાશકર્તાઓને વધુ ભાવ ચૂકવવા તૈયાર રહેવું પડશે.
નવા ભાવ આ મુજબ રહેશે
| દૂધ | પેકિંગ | જુના ભાવ (રૂ.) | નવો ભાવ (રૂ.) |
| અમૂલ તાજા | 500ML | 23 | 24 |
| અમૂલ ગોલ્ડ | 500ML | 29 | 30 |
| અમૂલ શક્તિ | 500ML | 26 | 27 |
અમૂલ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યા બાદ તમામ ડેરીઓ દ્વારા તબક્કાવાર ભાવ વધારો શરૂ કરી દેવાયો છે. સાબરડેરીએ લીટર દૂધમાં રૂ બે નો વધારો કર્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીના ગ્રાહકોને એક લીટર દુધે 2 રૂપિયા વધારે ચુકવવા પડશે. અમૂલ શક્તિ,ગોલ્ડ અને બફેલો દૂધની ૫૦૦ ગ્રામની થેલીમાં ૧ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ૧ માર્ચથી લીટર દૂધમાં રૂ ૨ નો વધારો કરવામાં આવ્યો. આ અંગે સાબરડેરી દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
