Homeગામનાં ચોરેએરટેલ અને વોડાફોન-આઈડીયાના પ્રીપેડ પ્લાનમાં ધરખમ વધારો

એરટેલ અને વોડાફોન-આઈડીયાના પ્રીપેડ પ્લાનમાં ધરખમ વધારો

Team Chabuk-National Desk: મોબાઈલ રિચાર્જ માટે હવે ગ્રાહકોએ ટેલિકોમ કંપનીઓને વધુ રકમ ચુકવવી પડશે. એરટેલ (airtel) બાદ હવે વોડાફોન-આઈડીયાએ (vi) પણ તેના પ્રીપેડ પ્લાન્સના દરમાં વધારો કર્યો છે. એરટેલે કંપનીએ તેના પ્રીપેડ (pre paid) પ્લાન્સના ટેરિફ દરમાં 25% વધારો કર્યા બાદ હવે વોડાફોન-આઈડિયા (Vi)એ પણ તેના પ્રીપેડ પ્લાન્સના ટેરિફ દરમાં 20થી 25% સુધીનો વધારો કર્યો છે. પ્લાનના નવા ભાવ 25 નવેમ્બરથી લાગુ પડી જશે. કંપનીએ જણાવ્યું હતું કે, નવા પ્લાનથી એવરેજ રેવન્યુ પર યુઝર (ARPU)ની પ્રક્રિયામાં સુધારો થશે. એનાથી કંપનીને નાણાકીય સંકટ દૂર કરવામાં મદદ મળશે.

વોડાફોન-આઈડિયાની પાસે સમગ્ર દેશના 27 કરોડ વાયરલેસ યુઝર્સ છે. જેમાં પ્રીપેડ અને પોસ્ટપેડ બંનેનો સમાવેશ થાય છે. એટલે કે વધેલી કિંમતોની અસર વોડાફોનના તમામ પ્રીપેડ યુઝર્સ પર થશે. એરટેલ અને વોડાફોન-આઈડીયા બાદ હવે રિલાયન્સ જિયો પણ પોતાના પ્રીપેડ પ્લાન્સને મોંઘા કરી શકે છે. હાલ જિયોના પ્રીપેડ પ્લાન્સ સૌથી સસ્તા છે.

વોડાફોન-આઈડિયાના યુઝર્સને હવે સૌથી સસ્તા 79 રૂપિયાવાળા પ્લાન માટે 99 રૂપિયા ચુકવવા પડશે, એટલે કે તેના સૌથી સસ્તા પ્લાનમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તેમજ વાર્ષિક વેલિડિટીવાળા 2399 રૂપિયાવાળા પ્લાન માટે હવે 2899 રૂપિયા ખર્ચ કરવા પડશે, એટલે કે તેમાં 500 રૂપિયા વધારવામાં આવ્યા છે. કંપનીના ટોપ-અપ પ્લાનને પણ મોંઘા કરી દેવામાં આવ્યા છે.

પ્લાન મોંઘા થવાનું આ છે કારણ

ભારતી એરટેલે કહ્યું કે, સારા બિઝનેસ મોડલ માટે ભાવ વધારવા જરૂરી હતા. એવરેજ રેવન્યુ પર યુઝર (ARPU) 200 રૂપિયા હોવો જોઈએ અને પછી એ વધારીને 300 રૂપિયા સુધી પહોંચવો જોઈએ, જેથી કંપનીઓને ઈન્વેસ્ટ કરેલી રકમ પર યોગ્ય વળતર મળી શકે.

એરટેલના પ્લાન જિયો કરતાં 50% સુધી મોંઘા

એરટેલે કરેલા આ ભાવ વધારા પછી એરટેલના પ્રીપેડ પ્લાન્સ જિયોની સરખામણીએ 30થી 50% સુધી મોંઘા થઈ જશે. જિયોનો 2GB અને 28 દિવસની વેલિડિટીવાળો પ્લાન 129 રૂપિયાનો છે, એરટેલના આ પ્લાનની કિંમત 179 રૂપિયા થઈ જશે. જિયોમાં ડેઇલી 1.5GBવાળા 84 દિવસની વેલિડિટી પ્લાનની કિંમત 555 રૂપિયા છે. એરટેલના ગ્રાહકોને આ માટે 719 રૂપિયા ખર્ચવા પડશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments