Homeગુર્જર નગરીઅમદાવાદનો આશિક જેલ હવાલે, પ્રેમિકા સામે વટ પાડવા ચોરી કરતો એક્ટીવા

અમદાવાદનો આશિક જેલ હવાલે, પ્રેમિકા સામે વટ પાડવા ચોરી કરતો એક્ટીવા

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાંથી એક એવો આશિક ઝડપાયો છે જે પોતાની ગર્લફ્રેન્ડ માટે કઈ પણ કરવા તૈયાર હતો. પરંતુ તેને આ જુસ્સો ખોટી દિશામાં હતો. આ ચોરે પ્રેમિકા સામે પોતાનો વટ પાડવા ખોટો રસ્તો પકડી લીધો અને એટલે જ હવે તેને જેલમાં જવાનો વારો આવી ગયો છે. એટલું જ નહીં પ્રેમિકાની સામે પણ તેની ઈજ્જત જતી રહી છે.

તાજેતરમાં જ પોલીસે એક વાહનચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે જ્યારે આ આરોપીની કુંડળી કાઢી તો પોલીસ પણ વિચારતી થઈ ગઈ હતી. પોલીસ તપાસમાં આરોપીની ઓળખ અસલમ ઉર્ફે છોટુ અહેમદ શેખ તરીકે કરાઈ છે.

જેમ જેમ આરોપી અંગે વધુ વિગતો મળતી ગઈ તેમ તેમ કેસ પણ વધુ રસપ્રદ થતો ગયો હતો. પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું કે, આરોપી માત્ર એક્ટીવાની જ ચોરી કરી રહ્યો હતો. એટલું જ નહીં ચોરી કરેલા વાહનોને તે પોતાની પાસે પણ રાખતો ન હતો. ચોરી કરેલા વાહનો તે અવાવરૂ જગ્યા પર છોડીને જતો રહેતો હતો.

પોલીસે સામે આ મુદ્દે જ્યારે અસલમે મોઢુ ખોલ્યું તો પોલીસનું મોઢું પણ ખુલ્લુને ખુલ્લું જ રહી ગયું. અસલમે પોલીસ સામે કબૂલ્યું કે, તે તેની પ્રેમિકાને ઈમ્પ્રેશ કરવા માટે માત્ર એક્ટીવાની જ ચોરી કરતો હતો. જ્યારે જ્યારે પ્રેમિકાને મળવા જવાનું થતું ત્યારે તે એક્ટીવાની ચોરી કરી દર વખતે નવી એક્ટીવા પર પ્રેમિકાને બેસાડતો હતો. આરોપીએ કુલ 15થી પણ વધુ એક્ટીવા ચોરી કરી હોવાનું કબૂલ્યું છે જેમાંથી આઠ એક્ટીવા પોલીસે રિકવર કરી છે. આ ઉપરાંત અગાઉના ચોરીના 18 ગુનાઓનો પણ ભેદ પોલીસે ઉકેલ્યા છે.

આરોપી અસલમે કબૂલ્યું કે, દર વખતે તે પોતાની પ્રેમિકાને નવી એક્ટીવા પર બેસાડીને ફેરવતો હતો. જ્યારે બંને છુટ્ટા પડતા ત્યારબાદ અસલમ એક્ટીવા લઈને શહેરમાં ફરતો હતો અને જ્યારે પેટ્રોલ પુરૂ થઈ જતું તો એક્ટીવા તે જ સ્થળે છોડીને જતો રહેતો હતો.

વટવા જીઆઇડીસી વિસ્તારમાં એક્ટીવાની ચોરીનું પ્રમાણ સતત વધી રહ્યુ હતું ત્યારે પોલીસે ચોરને પકડવા માટે એડીચોટીનું જોર લાગવી દીધુ હતું. બે મહિનાની મહેનત બાદ પોલીસના હાથે મહત્વના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને રંગે હાથ ઝડપી લીધો હતો.

હાલ પોલીસે એક્ટીવા ચોર અસલમ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, આરોપી સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments