Homeગુર્જર નગરીઆત્મનિર્ભર ગામ : ગામના દર્દીઓની વ્હારે નર્સિંગ સ્ટાફના વિદ્યાર્થીઓ, ગામમાં જ બનાવ્યું...

આત્મનિર્ભર ગામ : ગામના દર્દીઓની વ્હારે નર્સિંગ સ્ટાફના વિદ્યાર્થીઓ, ગામમાં જ બનાવ્યું કોવિડ કેર સેન્ટર

Team Chabuk-Gujarat Desk: કોરોના સામે જંગ જીતવા માટે ગામડાઓ પોતે આત્મનિર્ભર બનવા તરફ નિર્ણય લઈ રહ્યા છે. વધુ એક ગામડું આ લડાઈમાં આગળ આવ્યું છે. હિંમતનગરના હડિયોલ ગામે સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને આઇસોલેટ કરી યોગ્ય સારવાર મળી રહે તે માટે કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. અહીં ગામના દર્દીઓની પીએચસીના તબીબ અને ગામના નર્સિંગના વિદ્યાર્થીઓ સારવાર કરી રહ્યા છે. જો કોઈ દર્દીની સ્થિતિ વધુ ગંભીર હોય તો તેવા સંજોગોમાં જ અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના હડિયોલ ગામ પણ કોવિડ કેર સેન્ટર બનાવી આત્મનિર્ભર બની ગયું છે. ગામના લોકોને ગામમાં જ સારવાર મળી રહે તે હેતુંથી કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું છે. ગામમાં શરૂ કરાયેલા આ કોવિડ કેર સેન્ટરમાં કોવિડને લગતી તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. અહીં મેડિકલ સ્ટાફ અને ગામના યુવાનો કોરોના દર્દીઓની વ્હારે આવ્યા છે.

20 બેડ સાથેના આ કોવિડ કેર સેન્ટરમાં તબીબ અને પીએચસી સેન્ટરના તબીબ દ્વારા દર્દીઓને માર્ગદર્શન અને સારવાર કરાઈ રહી છે. એટલું જ નહીં ગામમાં રહેતા અને નર્સિંગનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ ગામ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે.

કોવિડ કેર સેન્ટરમાં સારવાર ઉપરાંત જમવાનું પણ બિલકુલ મફતમાં આપવામાં આવી રહ્યું છે. અહીં દર્દીઓ માટે સવાર-સાંજ જમવાની, નાસ્તાની તેમજ જ્યૂસ અને ઉકાળાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, હવે ગામડાઓ શહેરોની હોસ્પિટલના ભરોશે ન રહેતાં જાતે જ કોરોના સામે લડવા મેદાને પડ્યા છે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments