Homeગુર્જર નગરીરાજકોટમાં રફ્તારના રાજાનો આતંક, સેન્ડવીચની લારી ચલાવનારા વ્યક્તિનું મોત, પરિવારમાં કમાનારા એક...

રાજકોટમાં રફ્તારના રાજાનો આતંક, સેન્ડવીચની લારી ચલાવનારા વ્યક્તિનું મોત, પરિવારમાં કમાનારા એક જ હતા

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં સતત ત્રીજા દિવસે રફતારના રાજાઓનો આતંક જોવા મળ્યો. શહેરમાં ગુરૂવારે વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં પૂરપાટ ઝડપે એક નબીરાએ બાઈકચાલકને ટક્કર મારી હતી. જેમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

રાધિકા પાર્ક શેરી નંબર-2માં રહેતા કિરીટભાઈ લોધાવાડ ચોકમાં સેન્ડવીચની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ચાર વ્યક્તિઓના પરિવારના મોભી કિરીટભાઈ પોતાના પરિવારનો આર્થિક રીતે એકમાત્ર આધાર સ્થંભ હતા. મોભીના મોતથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ છે.

આ કેસમાં પોલીસે કારચાલક અનંત ગજ્જર અને તેની સાથે રહેલા દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિની અટકાયત કરી છે. દુર્ઘટના મુદ્દે એસીપી પશ્ચિમ રાધિકા ભારાયે કહ્યું હતું કે, કિરીટભાઈ નામની વ્યક્તિ પોતાની દુકાન બંધ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે રામાપીર ચોક ઓવરબ્રિજ ઉપર કારચાલક દ્વારા તેમને અડફેટે લેવામાં આવ્યા હતા. ત્યારે ઘટના સ્થળ પર જ તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલે આરટીઓ તેમજ એફએસએલના અધિકારીઓની મદદ પણ લેવામાં આવી છે. કારમાં સવાર બંને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવશે. મેડિકલ ટેસ્ટ અંતર્ગત બંને વ્યક્તિઓએ નશા યુક્ત પદાર્થનું સેવન કરવામાં આવ્યું હશે તો તેમના વિરુદ્ધ અલગથી ગુનો દાખલ કરવામાં આવશે.

Rajkot An Accident

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments