Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના નાગપુરમાં 19 વર્ષીય BBAની વિદ્યાર્થિનીએ કથિત રીતે તેના પિતા દ્વારા જંક ફૂડ ખાવા માટે ઠપકો આપ્યા બાદ ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે.
પ્રતાપ નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે મૃતક ભૂમિકા વિનોદ ધનવાણી શહેરના સિંધી કોલોની વિસ્તારમાં રહેતી હતી. તે બીબીએની વિદ્યાર્થીની હતી અને તેને થાઈરોઈડની સમસ્યા હતી. આ કારણે તેના પિતા તેને જંક ફૂડ ખાવા માટે ઠપકો આપતા હતા.
તેનાથી નિરાશ થઈને વિદ્યાર્થિનીએ રસોડામાં ખાઈ લીધો હતો. પરિવારને મંગળવારે સવારે ઘટનાની જાણ થઈ હતી. આ પછી પરિવાર ઉતાવળે દીકરીને સરકારી મેડિકલ કોલેજ લઈ ગયો. પરંતુ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત