Team Chabuk-Gujarat Desk: સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા બે સગા ભાઈઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સૂત્રોની વાત માનીએ તો મકાનના હપ્તા ન ભરાવાની લઈને આ બંને ભાઈઓએ અંતિમ પગલું ભર્યું છે.
મળતી માહિતી મુજબ ભાવનગરના વલભીપુર ખાતેના વતની એવા સુતરિયા પરિવારના પરીક્ષિત સુતરીયા અને હિરેન સુતરીયા બંને ભાઈ છેલ્લા લાંબા સમયથી રત્ના કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 22 વર્ષ પહેલા પિતાનું મોત થયા બાદ પરિવારની જવાબદારી માટે બંને ભાઈઓ રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક મદદ કરી રહ્યા હતા.
દાવો છે કે, મંદી હતી તેના કારણે તેમને કામ મળતુ ન હતુ. જેના કારણે તેઓ સતત માનસિક તાણમાં રહેતા હતા. જેને લઈને પોતાના ઘરે અનાજમાં નાંખવાની ઝેરી દવા પી લીધા બાદ પોતાના પરિવારના સભ્યોને જાણ કરી હતી. જેને લઈને પરિવારના સભ્ય બંને ભાઈઓને સારવાર નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંને ભાઈઓનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત