Team Chabuk-Gujarat Desk: હવે તો ઘોર કળિયુગ આવી ગયો છે. આણંદ જિલ્લો જેને કોઈ દિવસ યાદ રાખવા પ્રયત્ન ન કરે અને છતાં તેનું સ્મરણ થઈ જ જાય તેવો કિસ્સો પોલીસ મથકે નોંધાયો છે. અહીં એક યુવતી એક સગીરને લઈ પલાયન થઈ ગઈ હતી. જોકે કાયદાના હાથ લાંબા હોય છે. ભગાડી જનારી યુવતી સગીરની સાથે સુરતમાંથી પકડાઈ હતી.
આ ઘટના આજથી નવ દિવસ પૂર્વેની છે જ્યારે 22 વર્ષની યુવતી 17 વર્ષના સગીરને લઈ છૂમંતર થઈ ગઈ હતી. આ અંગેની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. એ પછી પોલીસે સગીરના અપહરણની ફરિયાદ દાખલ કરી હતી અને સુરતના વરાછામાંથી આ બેઉંને ઝડપી પાડ્યા હતા.
સમગ્ર ઘટના કાંઈક એવી છે કે આંકલાવ તાલુકાના રામપુરા ગામમાં રહેતી ગાયત્રી મગનભાઈ સોલંકી એક 17 વર્ષીય સગીરનાં સંપર્કમાં આવી હતી. પરિચય બાદ આ બેઉંની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. અત્યાર સુધી તો સમાચારોમાં એમ જ લખાયું છે કે યુવક સગીરાને પટાવી ફોસલાવી ભગાડી ગયો, પણ અહીં ઉલટું થયું. 22 વર્ષની આ યુવતી 17 વર્ષના છોકરાને લગ્નની લાલચ આપી તેની સાથે મધ કરતાં પણ મીઠી વાતો કરી રફુચક્કર થઈ ગઈ.
ઘરનો છોકરો ક્યાંય ન દેખાતા પરિવારજનોએ તપાસ કરી હતી અને યુવતી સગીર છોકરાને લઈ નાસી છૂટી હોવાની પોલીસ ફરિયાદ લખાવી હતી. પોલીસે બેઉંનાં મોબાઈલ ફોન અને લોકેશનની ડિટેલ લેતા સુરતમાં પગેરું નીકળ્યું હતું. યુવતી ઘરેથી આઠ જ્યારે સગીર છોકરો પાંચ હજાર લઈ ભાગી છૂટ્યાં હતાં. આશ્ચર્યની વાત એ છે કે ભાડે ઘર રાખી બેઉં રહેતા હતા અને છોકરો કોઈ પરિણીત પુરુષની માફક નોકરીએ પણ જતો હતો. જ્યારે યુવતી ઘરમાં રહેતી હતી.
આ દરમિયાન યુવતીએ સગીર સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેથી પોલીસે યુવતી વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂલ ઓફેન્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ યુવતીનો ભૂતકાળ કલંકિત રહ્યો છે. ગાયત્રી નામેરી આ યુવતીના બે વર્ષ પૂર્વે અમદાવાદ ખાતે લગ્ન થયા હતા. જોકે બે દિવસ રહીને તે માલ-સામાન લૂંટી ફરાર થઈ ગઈ હતી. આ રીતે તેણે બીજા લગ્ન પણ કર્યાં હતાં જેનો અંજામ પહેલા લગ્નની જેમ જ આવ્યો હતો અને લગ્નજીવન ટક્યું ન હતું. એ પછી તેની નજર 17 વર્ષનાં સગીર પર પડી હતી અને તેને લઈ ભાગી છૂટી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત