Homeતાપણુંસત્યથી, સવાલોથી કાર્ટુનથી... એ બધાથી ડરે છે: રાહુલ ગાંધી

સત્યથી, સવાલોથી કાર્ટુનથી… એ બધાથી ડરે છે: રાહુલ ગાંધી

Team Chabuk-National Desk: ટ્વીટરથી મળેલ નોટિસના ચાર દિવસ બાદ આઠ જૂનનાં રોજ લોકપ્રિય રાજનીતિક કાર્ટૂનિસ્ટ મંજુલને નેટવર્ક-18થી તત્કાલિન પ્રભાવ હેઠળ નિલંબિત કરી દેવામાં આવ્યા છે. ગત્ત છ વર્ષથી તેઓ કોન્ટ્રેક્ટ આધાર પર નેટવર્ક-18ની સાથે જોડાયેલા હતા.

નેટવર્ક 18 સાથે જોડાયેલા સુત્રોનું કહેવું છે કે એવા કોઈ સંકેત નહોતા કે તેમને સસ્પેન્ડ કરવામાં આવશે. અચાનકથી લેવામાં આવેલા નિર્ણયથી તેઓ અચંબિત છે. ચાર જૂનનાં રોજ મંજુલે ટ્વીટર પર એક ઈમેલ પોસ્ટ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય પ્રશાસનનું માનવું છે કે તેમના ટ્વીટર એકાઉન્ટનું કન્ટેન્ટ ભારતીય કાયદાનો ઉલ્લંઘન કરી રહ્યું છે. ટ્વીટરે નોટિસમાં કહ્યું હતું કે, ભારતીય કાયદા પ્રવર્તને તેમને મંજુલનાં એકાઉન્ટની ઉપર કાર્યવાહી કરવાનું કહ્યું છે.

ટ્વીટરના આ જ ટ્વીટના ઈમેઈલને ટ્વીટ કરી મંજુલે કેપ્શન સાથે લખ્યું હતું કે, ‘જય હો મોદીજી કી સરકાર કી.’ તેમણે ટ્વીટર પર કહ્યું હતું કે, ‘સારું છે કે મોદી સરકારે ટ્વીટરને એ નથી લખ્યું કે ટ્વીટર હેન્ડલ જ બંધ કરી દો. આ કાર્ટુનિસ્ટ અધર્મી છે. નાસ્તિક છે. મોદીજીને પ્રભુ નથી માનતો.’

તેમણે વધુમાં લખ્યું હતું કે, જો સરકાર બતાવી દેત કે પરેશાની કયા ટ્વીટથી છે તો સારું રહેત. ફરી એવું જ કામ કરી શકાત. અને લોકોને પણ સુવિધા થઈ જાત. ઈમેઈલમાં ટ્વીટરે જણાવ્યું છે કે એ માત્ર સરકાર તરફથી કહેવામાં આવેલા આગ્રહ વિશે ઉપયોગકર્તાને સૂચિત કરી રહ્યા છે અને તેમણે તેમના વિશે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી.

જોકે ટ્વીટરે મંજૂલને ચાર વિકલ્પ આપ્યા હતા. પ્રથમ વિકલ્પ હતો કે, સરકારના આગ્રહનો કોર્ટમાં જવાબ આપે. બીજું કોઈ પ્રકારની સમસ્યાના નિવારણ માટે સામાજિક સંગઠનનો સંપર્ક કરે. ત્રીજું કે સ્વૈચ્છિક રૂપથી કન્ટેન્ટને ડિલીટ કરે અને ચોથું કોઈ અન્ય સમાધાન શોધે.

ટ્વીટરથી મળેલા ઈમેઈલ પોસ્ટના ચાર દિવસ બાદ આઠ જૂનનાં રોજ મંજુલને નેટવર્કસ 18માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ઘણા નેતાઓએ ટ્વીટર તરફથી મંજૂલને નોટિસ જાહેર કરવા પર પ્રતિક્રિયાસ્વરૂપે મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો અને તેમને સરમુખત્યાર કહ્યા હતા. રાહુલ ગાંધીએ પણ ટ્વવીટર પર પ્રધાનમંત્રીનું નામ લીધા વિના નિશાન તાક્યું હતું કે, એ બધાથી ડરે છે. કાર્ટુનથી પણ.  

આ પહેલા પણ કાર્ટુનિસ્ટ મંજુલ મોદી સરકાર અને તેમની કોરોના સામે લડવાની નીતિને લઈને અસંખ્ય કાર્ટુન બનાવી આલોચના કરી ચૂક્યા છે. જેમાં મહામારીની બીજી લહેરની ગંભીરતાને પણ તેઓ સામે લાવ્યા હતા. મંજુલે પોતાના કાર્ટુનમાં એ દર્શાવ્યું હતું કે, દેશમાં સ્વાસ્થ્ય દેખરેખની સુવિધાઓની ઉણપનાં કારણે લોકો અસહાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments