Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર: હાસ્ય કલાકાર ડૉ. જગદીશભાઈ ત્રિવેદીએ પત્નીનાં 50માં જન્મદિવસના દિવસે આ હોસ્પિટલને...

સુરેન્દ્રનગર: હાસ્ય કલાકાર ડૉ. જગદીશભાઈ ત્રિવેદીએ પત્નીનાં 50માં જન્મદિવસના દિવસે આ હોસ્પિટલને અગિયાર લાખ રૂપિયાનું દાન આપ્યું

Team Chabuk-Gujarat Desk: ગુજરાત અને એમાંય સૌરાષ્ટ્ર સંત અને સૂરાની સાથે દાનની ભૂમિ તરીકે પણ ઓળખાય છે. ઈતિહાસમાં તો ચોપડીએ ચોપડીએ દાન કર્યાંના દાખલા લખેલા જ છે, પણ હજુ આ રૂઢીગત પરંપરા કાયમ રહી છે. જાણીતા હાસ્ય કલાકાર, હાસ્ય લેખક, સંપાદક, ચિંતક અને સમાજસેવક તરીકે ઓળખાતા જગદીશભાઈ ત્રિવેદીની પત્ની નીતાબહેનનો 50મો જન્મદિવસ હતો. પત્નીના જન્મદિવસે જગદીશભાઈએ ટીંબી ખાતે આવેલી સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલને અગિયાર લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.

May be an image of 7 people, people standing and indoor

આમ તો કોઈનો જન્મદિવસ આવે ત્યારે પહેલો વિચાર બહાર ફરવાનો કે રેસ્ટોરન્ટમાં જઈ ખાવાનો કે ભવ્યાતિભવ્ય ઉજવણી કરી સામેવાળાને મંત્રમુગ્ધ કરી દેવાનો આવે, પણ તેની જગ્યાએ બહુમુખી પ્રતિભા ધરાવતા ડૉ. જગદીશભાઈ ત્રિવેદીએ અનોખો ચીલો ચાતર્યો છે. આ કંઈ આજકાલનું નથી. છેલ્લા ચાર વર્ષથી તેઓ દાનનું અવિરત કામ કરી રહ્યા છે. આ પ્રસંગે હાસ્ય લેખક અને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા.

May be an image of 7 people, people standing and indoor

વાત નિર્દોષાનંદ હોસ્પિટલની જો કરવામાં આવે તો, આ હોસ્પિટલ 2011ની સાલમાં શરૂ થયું હતું. અહીં દવા, ઓપરેશન અને ભોજન સહિત કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવતો નથી. જગદીશભાઈએ પણ અહીં જ દાન આપ્યું છે. ડો. જગદીશભાઈ ત્રિવેદીએ આ પૂર્વે શેઠ લલ્લુભાઈ આરોગ્ય મંદિર – સાવરકુંડલામાં અગિયાર લાખનું દાન આપી કેન્સર વિભાગના પુરુષોના વોર્ડની સેવા કરી હતી અને મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર રાજુલામાં અગિયાર લાખનું દાન આપી સીટી સ્કેન વોર્ડની સેવા કરી હતી. ત્યારે ગઈકાલે ટીંબી ગામની નિ:શુલ્ક હોસ્પિટલને અગિયાર લાખનું દાન કરી સુંદર સેવા કરી છે. કોઈ વિચારી પણ નહીં શકતું હોય કે ડૉ. જગદીશભાઈ ત્રિવેદીની દાનની રકમ અઢી કરોડને પાર થઈ ગઈ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments