Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં સ્ત્રી સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં જ છે. ગ્રીષ્મા હત્યાકાંડ બાદ મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ચારેબાજુથી ઘેરાયેલો છે, એવામાં આણંદની એક યુવતીની સાથે છેડતીનો બનાવ બન્યો છે. અહીં યુવતીને તું મારી નહીં તો કોઈની નહીં કહી નપાવટ યુવકે બાથમાં ભીંસી લીધી હતી. હાલ છેડતીનો આ બનાવ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે, પોલીસે ગુનો નોંધી છેડતીખોર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
આણંદ શહેરના ઉમરેઠ ગામમાં રહેતી એક ત્રેવીસ વર્ષીય યુવતી જાખલા ગામના જનકના પરિચયમાં આવી હતી. આ પરિચય પ્રેમ સંબંધમાં પરિણમ્યો હતો, જોકે યુવકના લગ્ન થઈ જતા યુવતીએ તમામ સંબંધો તોડી નાખ્યા હતા. બીજી બાજુ મંગળવારના રોજ આ યુવતીની સગાઈ થઈ હતી. ત્યારે જ પૂર્વ પ્રેમીએ પોત પ્રકાશ્યું હતું. યુવતી જ્યારે કાકાના ઘરે તેની બહેન સાથે તૈયાર થવા માટે ગઈ હતી ત્યારે રસ્તામાં પૂર્વ આશિક જનક મળી ગયો હતો. જનકે યુવતીને તું મારી નહીં તો કોઈની નહીં થવા દઉં કહી બાથમાં ભીંસી લીધી હતી.
યુવકની આ હરકત જોઈ તેની બહેન પ્રતિકાર કરવા આડે પડી હતી, જોકે તેનો પ્રત્યાઘાત એ આવ્યો કે યુવકે તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પરિવારજનોને જણાવવામાં આવ્યું હતું. પરિવારજનોએ યુવતીને સમજાવી હતી અને બાદમાં યુવકની વિરૂદ્ધ ઉમરેઠ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત