Team Chabuk-National Desk: કુંડલી-પલવલ-માનસેર એક્સપ્રેસ વે પર ટોલ પ્લાઝા પાસે મંગળવારે રાતે સ્કોર્પિયો ગાડી ટ્રાલામાં અથડાવાથી ખ્યાતનામ પંજાબી ગાયક સંદીપ ઉર્ફ દીપ સિદ્ધુનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે તેની મંગેતર રીના રાય ઈજાગ્રસ્ત છે. દુર્ઘટના એ સમયે ઘટી જ્યારે દીપ સિદ્ધુ પોતાની મંગેતર સાથે સ્કોર્પિયો ગાડીમાં દિલ્હીથી પંજાબ જઈ રહ્યો હતો. દુર્ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈ ખરખૌદા સીએચસી મોકલ્યો હતો. તેની મંગેતરને પણ સીએચસીમાં ભરતી કરવામાં આવી છે. હાલ તેની તબિયત સ્થિર છે.
દિલ્હીથી પંજાબ જઈ રહ્યો હતો
દીપ સિદ્ધુ કુંડલી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનથી હેડલાઈન બન્યો હતો. જ્યારે તેણે લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવ્યો હતો. એસએસપી રાહુલ શર્માએ ખરખૌદા પહોંચીને ઘટનાની જાણકારી લીધી હતી. પંજાબના બઠિંડા ખાતેના નહેરુ કોલોની નિવાસી 41 વર્ષીય પંજાબી ગાયક સંદીપ ઉર્ફ દીપ સિદ્ધુ પોતાની અમેરિકા નિવાસી મંગેતર રીના રાયની સાથે રાતના સમયે સ્કોર્પિયો મારફતે દિલ્હીથી પંજાબ જઈ રહ્યો હતો.
ગાડીનો આગળનો ભાગ કચ્ચરઘાણ
કેએમપી પર ખરખૌદાની પાસે પીપલી ટોલ પ્લાઝાની નજીક તેની ગાડી અચાનક ટ્રાલા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે ગાડીના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. સિદ્ધુને અકસ્માત સ્થળેથી ખરખૌદા સીએચસી લઈ જવામાં આવ્યો ત્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો હતો. બાદમાં તેની ડેડ બોડીને સામાન્ય હોસ્પિટલ મોકલવામાં આવી હતી.
ખેડૂત આંદોલનથી આવ્યો હતો ચર્ચામાં
ત્રણ કૃષિ કાયદાના વિરૂદ્ધમાં ખેડૂત આંદોલન દરમિયાન દીપ સિદ્ધુ ચર્ચામાં આવ્યો હતો. લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફેરવવો અને હિંસાને લઈ તેની ધરપકડ કરવામાં આવી હતી. પંજાબ ચૂંટણીમાં દીપ સિદ્ધુ અમરગઢ શિરોમણિ અકાલી દળ અમૃતસરના પ્રધાન સિમરનજીત સિંહ માનનો પણ પ્રચાર કરી રહ્યો હતો. ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હી બોર્ડર પર બોલવા ન દેવામાં આવતા તે સોશિયલ મીડિયા પર જ ખેડૂતોના નિર્ણય પર સવાલ ઉઠાવતો હતો.
દીપ સિદ્ધુની કારકિર્દી
પંજાબના મુક્તસર જિલ્લામાં એપ્રિલ 1984માં જન્મેલા સંદીપ ઉર્ફ દીપ સિદ્ધુની કારકિર્દી મોડલિંગથી શરૂ થઈ હતી. દીપ સિદ્ધુએ કાયદાનો અભ્યાસ કર્યો હતો. એ કિંગફિશર મોડલ હન્ટથી વિજેતા પણ રહ્યો હતો. મિસ્ટર ઈન્ડિયા કોન્ટેસ્ટમાં મિસ્ટર પર્સનાલિટીનો ખિતાબ પણ જીતી ચૂકયો છે. વર્ષ 2015માં તેની પ્રથમ પંજાબી ફિલ્મ રમતા જોગી રિલીઝ થઈ હતી. જોકે દીપ 2018માં આવેલી ફિલ્મ જોરા દાસ નંબરિયાથી ખ્યાતનામ થયો હતો. જેમાં તેનું પાત્ર ગેંગ્સ્ટરનું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત