Homeસિનેમાવાદમહાભારતમાં ભીમનું પાત્ર ભજવનારા અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન

મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનારા અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન

Team Chabuk- Cinema Desk: બી.આર.ચોપડાની મહાભારતમાં ભીમનું પાત્ર ભજવી ઘરે ઘરે લોકપ્રિય થનારા અભિનેતા અને એથ્લિટ પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે. તેઓ 74 વર્ષનાં હતા અને લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. પ્રવીણ કુમાર સોબતીના નિધનથી તેમના ફેન્સ શોકમાં ગરકાવ થઈ ગયા હતા. નાના પડદા પર ભીમના પાત્રને તેમણે જે રીતે જીવંત કરી બતાવ્યું હતું એ પછી કોઈ અન્ય અભિનેતાની ભીમના પાત્રમાં કલ્પના કરવી દર્શકો માટે અશક્ય હતી.

6 ડિસેમ્બર 1947ના રોજ પંજાબમાં જન્મેલા પ્રવીણ ગ્લેમરની દુનિયામાં પગલું મૂકતા પૂર્વે એક એથ્લિટ હતા. પ્રવીણ ગોળાફેંક અને ચક્રફેંકમાં નંબર વન ખેલાડી રહી ચૂક્યા હતા. ખેલના કારણે જ પ્રીવણને બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં કમાન્ડેટની નોકરી પ્રાપ્ત થઈ હતી.

વર્ષ 1967માં પ્રવીણ કુમારને રમત જગતના સર્વોચ્ચ એવા અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. અમિતાભની ફિલ્મ શહેનશાહમાં મુખ્તાર સિંહનું પાત્ર પ્રવીણ કુમાર સોબતીએ ભજવ્યું હતું. કરિશ્મા કુદરત કા, જબરદસ્ત, સિંહાસન, ખુદગર્જ, લોહા, મોહબ્બત કે દુશ્મન, ઈલાકા સહિતની ફિલ્મોમાં તેઓ નજર આવી ચૂક્યા હતા.

પ્રવીણ કુમાર સોબતી હાલમાં જ પંજાબમાં સરકાર બનાવનારી તમામ પાર્ટીઓને પોતાની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જેટલા પણ ખેલાડીઓ એશિયન ગેમ્સ રમે છે કે મેડલ જીતે છે તેમને પેન્શન આપવામાં આવે છે. પણ તેમને આ અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે.

પ્રવીણે 1960થી લઈ 1970 સુધી એક ખેલાડી તરીકે ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1966થી 1977માં થયેલી એશિયન ગેમ્સમાં ડિસ્ક થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 1966ની કોમનવેલ્થ ગેમમાં અને 1974ની એશિયન ગેમ્સમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા. તેમણે બે વખત ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો. આ રમતમાં તેમને તેમની લાંબી કદ કાઠીનો ભરપૂર લાભ મળતો હતો.

પ્રવીણ કુમાર સોબતીના સ્કૂલ હેડમાસ્ટરે તેમની ફિટનેસને ધ્યાનમાં લેતા તેમને રમત જગતમાં જવાની પ્રેરણા આપી હતી. એ પછી તેઓ પ્રતિયોગિતા જીતતા ગયા. જમૈકાના કિંગસ્ટનમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમમાં તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો. પ્રવીણે બેંકોકમાં યોજાયેલ વર્ષ 1966 અને 1970ની એશિયન ગેમ્સમાં પણ બે વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે તેઓ ઘરે ઘરે મહાભારતમાં ભીમના રોલના કારણે ચર્ચામાં આવ્યા હતા. પ્રવીણે ભજવેલો આ રોલ અમર થઈ ગયો હતો.  

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments