Homeગુર્જર નગરીઆણંદ: 13 હજારની ચોરી કરી ચોરોએ ચીઠ્ઠીમાં લખ્યું, ‘ચોરોથી સાવધાન!’

આણંદ: 13 હજારની ચોરી કરી ચોરોએ ચીઠ્ઠીમાં લખ્યું, ‘ચોરોથી સાવધાન!’

Team Chabuk-Gujarat Desk: ચોરી કરવી એ ગુનો નથી પણ ચોરી કરતા પકડાઈ જવું એ ગુનો છે! આ વાક્ય ક્યાંક ને ક્યાંક આપના ધ્યાનમાં આવ્યું જ હશે. ચોરો વિચારતા હોય છે કે જ્યાં ધાડ પાડીએ ત્યાં કોઈ પ્રમાણ ન મૂકીએ, પણ આણંદ જિલ્લાના ઉમરેઠમાં એક વિચિત્ર બનાવના પોલીસ અને જેમના ઘરમાં ચોરી થઈ એ પરિવારજનો સાક્ષી બન્યા છે. અહીં ચોરોએ ચોરી કર્યા બાદ કાગળમાં લખીને ગયા કે ચોરોથી સાવધાન અને પાછા ભણેલ ગણેલ ચોરો નીચે પોતાની હયાતીના હસ્તાક્ષર પણ કરતા ગયા હતા. ચોરો ઘરમાંથી કુલ તેર હજારની કિંમતનો અસબાબ ચોરી ગયા છે.

advertisement-1

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ આણંદના ઉમરેઠ તાલુકાના મોઢવાળા તુળજા માતાના મંદિરની નજીક પ્રશાંતભાઈનું મકાન આવેલું છે. મકાન બંધ છે, કારણ કે પ્રશાંતભાઈ છેલ્લા વીસ વર્ષથી વિદ્યાનગરમાં રહે છે. આઠમના દિવસે તેઓ આ ઘર પર પરિવારની સાથે આવ્યા હતા. પ્રથમ સંબંધીને ત્યાં રોકાયા અને બાદમાં પોતાના ઘરે ગયા તો ત્યાં તાળું તૂટેલું નજરે પડ્યું હતું.

advertisement-1

ચિંતામાં ગરકાવ થતાં પરિવારજનોએ મકાનની અંદર જોયું તો તાંબા-પિત્તળ અને ચાંદીના વાસણો અને મૂર્તિઓ ગાયબ હતી. આશ્ચર્યની વાત એ હતી કે ચોરોએ હાથફેરાની કરામત કરી એજ્યુકેટેડ હોવાનો પૂરાવો આપતી ચબરખી પણ લખી હતી. જેમાં લખ્યું હતું કે ચોરોથી સાવધાન!

advertisement-1

ચોરોએ મકાન માલિક તેમની લિપિ ધ્યાનથી ઉકેલી શકે તેનું પણ ધ્યાન રાખ્યું હતું. સૌ પ્રથમ લખ્યું ચોરોથી સાવધાન પણ એ ખૂબ નાના અક્ષરે હોય તેના પર ચેકો મારી મોટા અક્ષરે લખ્યું હતું. નીચે આઠડાની મુદ્રામાં પોતાના હસ્તાક્ષર કર્યાં હતા. પોલીસે ચોરીનું આ પ્રમાણ કબ્જે કરી કેસ ઉકેલવાની દિશામાં પ્રયાસ શરૂ કરી દીધા છે. ઉમરેઠમાં બે ત્રણ ખોરડાઓ તૂટ્યા હોવાથી અને ‘ચોરોથી સાવધાન’ની ચોરો ચબરખી પણ મૂકી ગયા હોવાથી મકાન માલિકોને આસપાસના લોકો પર જ સંશય થઈ રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments