Homeગુર્જર નગરીસિંહોનું વેકેશન પૂર્ણ થતાં આજથી સિંહ દર્શન શરૂ, દિવાળી વેકેશનને લઈ એડવાન્સ...

સિંહોનું વેકેશન પૂર્ણ થતાં આજથી સિંહ દર્શન શરૂ, દિવાળી વેકેશનને લઈ એડવાન્સ બુકિંગમાં ધસારો

Team Chabuk-Gujarat Desk: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. દિવાળીના વેકેશનમાં જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યો હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. ગીરના સિંહોનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને હવે આજથી પ્રવાસીઓ સિંહ દર્શનનો લાભ લઈ શકશે. આગામી વેકેશનને જોતાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે તે માટે એડવાન્સ બુકિંગની પણ શરૂઆત થઈ ગઈ છે. આજે સવારે સાસણ ડીએફઓ, સરપંચ સહિતના વન વિભાગના સ્ટાફની ઉપસ્થિતિમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવી હતી.

આજથી સિંહ દર્શનની શરૂઆત થતાં જ જૂનાગઢના ગીર અભ્યારણમાં પ્રથમ દિવસે સિંહ દર્શન માટે પ્રવાસીઓની ભીડ જોવા મળી છે. ગીરના સિંહનું વેકેશન પૂર્ણ થતા આજથી સિંહ દર્શનની શરૂઆત થઈ છે. જેમાં પ્રથમ દિવસે જ 150થી વધુ પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી અભ્યારણ્ય બંધ રહ્યુ હતું. પરંતુ આજથી સિંહ દર્શન શરૂ થતા પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. સિંહ દર્શનનો લ્હાવો લેવા આવતા પ્રવાસીઓએ ખુબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે દિવાળીની રજાઓમાં સિંહ દર્શનની મજા માણવા પ્રવાસીઓ એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. હાલ મળી રહેલા પ્રતિસાદને જોતાં તંત્રને લાગી રહ્યું છે કે, દિવાળીના તહેવારમાં વધુ પ્રવાસીઓ ઉમટી પડશે. જેથી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

હાલ ગીર પંથકમાં સારા વરસાદના કારણે અભ્યારણ્યમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. નયનરમ્ય પ્રકૃતિ વચ્ચે પ્રવાસીઓએ સિંહદર્શનનો લ્હાવો લઈ શકશે. સાસણ ગીરના DFO મોહન રામે જણાવ્યું છે કે, આજથી સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયુ છે. પહેલા દિવસથી જ ઓનલાઈન બુકિંગ ફૂલ થઈ ગયું છે. સાસણ સિંહ સદન ખાતેથી પ્રવાસીઓની પ્રથમ ટ્રીપ રવાના કરાઈ છે. ફૂલગુલાબી ઠંડી વચ્ચે ગીરના જંગલમાં પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સાસણ ગીરની પ્રથમ મુલાકાત લેનાર મુંબઈના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી હતી. દિવસ દરમિયાન વનવિભાગ દ્વારા 150 પરમીટ ઇસ્યુ કરવામાં આવે છે. કોરોનાનું સંક્રમણ ઓછું થતા સિંહ દર્શન માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments