Team Chabuk-Gujarat Desk: વડોદરામાં હિના પેથાણી ઉર્ફે મહેંદી હત્યા કેસમાં (mahendi murder case) બાપોદ પોલીસ સચિન દીક્ષિતની (sachin dixit) ધરપકડ કર્યા બાદ હાલ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. બાપોદ પોલીસે અમદાવાદ પોલીસ પાસેથી સચિન દીક્ષિતને કબજો મેળવ્યા બાદ તેને વડોદરા લઈ આવી છે. ગઈકાલે શુક્રવારે વડોદરા ખાતે આવેલા દર્શનમ ઓએસિસના ફ્લેટ નંબર જી-102માં તપાસ કરવામાં આવી હતી. પોલીસે સચિન દીક્ષિતને સાથે રાખીને હત્યાના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સચિન દીક્ષિતને બેડરૂમ અને રસોડામાં લઈ જવાયો હતો અને હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું.
આરોપી સચિન દીક્ષિતે પોતાની પ્રેમિકા હિના પેથાણી ઉર્ફે મહેંદીની ગળું દબાવીને હત્યા નિપજાવી હતી અને મહેંદીની લાશને બેગમાં પેક કરીને ઘરના રસોડામાં મૂકી દીધી હતી. રસોડામાં જે જગ્યા પર મહેંદીની લાશને બેગમાં મૂકીને સંતાડી હતી તે સ્થળે હજુ પણ લોહીના ડાઘ જોવા મળ્યા હતા. જ્યારે ડિકમ્પોઝ લાશની દુર્ગંધ હજુ મકાનમાં ફેલાયેલી જોવા મળી હતી. પોલીસે આરોપી સચિનને હત્યા સમયે દારૂ પીધો હતો કે કેમ તે અંગે પૂછ્યું હતું. પોલીસે હત્યા ક્યાં કરી અને લાશને કેવી રીતે બેગમાં પેક કરી સંતાડી હતી તે વિશે પૂછપરછ કરી હતી.
આ બાદ આરોપીને ફ્લેટની આસપાસની દુકાનો પર લઈ ગયા હતાં. તે વારંવાર કઈ દુકાનમાં જતો હતો અને કઈ દુકાનમાંથી ખરીદી કરતો હતો તેની પૂછપરછ કરાઈ હતી. 2 કલાક ચાલેલા રિકન્સ્ટ્રક્શન બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત