Team Chabuk-Sports Desk: ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક વિકેટ લેનારા ફાસ્ટ બોલરમાં જેની ગણતરી થાય છે તે જેમ્સ એન્ડરસન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી અને નિર્ણાયક ટેસ્ટ રદ થયા બાદ બની શકે કે હવે પોતાના હોમગ્રાઊન્ડ ઓલ્ડ ટ્રેફર્ડમાં ક્રિકેટ ન રમી શકે. આ પ્રકારની આશંકા ડેવિડ લોયડ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
લોયડનું કહેવું છે કે, પાંચમી ટેસ્ટ બાદ એન્ડરસનને તેના હોમગ્રાઊન્ડ પર સારું ફેરવેલ મળવાની આશા હતી. જે ભારતના ટેસ્ટમેચ રમવાથી ઈન્કાર કર્યા બાદ તૂટી ગયું છે. લોયડનું માનવું છે કે એન્ડરસન એક એવા મેદાન પર કદાચ નજીકના ભવિષ્યમાં ન રમી શકે જેનો એક ભાગ ખૂદ તેના નામ પર છે.
લોયડે વધુમાં કહ્યું કે, ‘એવું હોય શકે છે કે ભારત દ્વારા પોતાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા અને અંતિમ ટેસ્ટ રમવાથી ઈનકાર કરવાના કારણે જીમી એન્ડરસનને એક એવા મેદાન પર અંતિમ વખત રમવાથી વંચિત કરી દેવામાં આવ્યો છે, જેના એક ભાગમાં તેનું ખૂદનું નામ છે.’
લોયડનું એ પણ માનવું છે કે એન્ડરસનને આ વાતથી કોઈ પરેશાની નથી. લોયડે એન્ડરસનના એક વ્યક્તિ તરીકે વખાણ કરતા કહ્યું હતું કે, ‘બની શકે કે તે ઈંગ્લેન્ડ માટે કોઈ દિવસ પોતાના હોમ ગ્રાઊન્ડ એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડ પર ન રમી શકે. પણ જો તમે જીમીને ઓળખો છો. તો તમે અનુભવશો કે તેને આ વાતની કોઈ ચિંતા નથી. બર્નલના છોકરાઓ ઉપદ્વવ નથી કરતા, તે જંગલની લાકડીની માફક મજબૂત હોય છે. જેથી એન્ડરસનને કોઈ ધામધૂમ ન જોઈએ.’
એન્ડરસન 39 વર્ષનો થઈ ચૂક્યો છે. અને આ ઉંમરમાં એક ફાસ્ટ બોલર માટે ટેસ્ટ ક્રિકેટ જેવું ફોર્મેટ રમવું એ મુશ્કેલ વાત છે. જોકે એન્ડરસનને જોતા એવું નથી લાગતું કે આગામી બે ત્રણ વર્ષ સુધી તે ક્રિકેટ છોડવાના મૂડમાં છે. પરંતુ એ કહેવું આકરું છું કે જો તે રમે છે તો આગામી સમયમાં પોતાના હોમ ગ્રાઊન્ડમાં રમવાની તેને તક મળે છે કે પછી રમ્યા વગર જ તેને નિવૃત્ત થવું પડશે.
જણાવી દઈએ કે પાંચમી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના આસિસ્ટન્ટ ફિઝીયોની કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓએ ટેસ્ટ રમવાથી ઇન્કાર કરી દીધો હતો. જે પછી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે મળીને મેચને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડીંગ કોચ આર.શ્રીધર પહેલા જ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત