Team Chabuk-Political Desk: બુકી બજારમાં પણ નીતિન પટેલ મુખ્યમંત્રી પદ માટે હોટ ફેવરિટ માનવામાં આવતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાની પરંપરાને જાળવી રાખતા મુખ્યમંત્રી પદનો કળશ ઘાટલોડિયાના ધારાસભ્ય અને આનંદીબહેન પટેલની નજીકના ગણાતા ભુપેન્દ્ર પટેલ પર ઢોળી નાખ્યો હતો. મીડિયામાં ખબરો આવવા લાગી હતી કે શું નીતિન પટેલ નારાજ છે? જોકે નીતિનભાઈએ મહેસાણામાં આપેલા નિવેદન બાદ એ તમામ અટકળો પરથી પડદો તો હટી જ ગયો છે કે તેઓ નારાજ નથી.
મહેસાણા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ધાટન કરવા માટે પહોંચેલા નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘હુ અસ્સલ મહેસાણાનો છું. મને કોઇ લોભ લાલચ નથી. મારું એકલાનું નહીં ભલભલાના નામ મીડિયામાં ચાલતાં હતાં. એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું. જ્યાં સુધી જનતાના હ્રદયમાં છું ત્યા સુધી કોઈ મને કાઢી નથી શકવાનું. મે અનેક ચડતી પડતી જોઈ છે.’
2016માં નીતિન પટેલના નામની ચર્ચાઓ વચ્ચે મુખ્યપ્રધાન પદ વિજય રૂપાણીને મળી ગયું હતું અને બાદમાં નાયબ મુખ્યપ્રધાન પદથી તેમને સંતોષ માનવો પડ્યો હતો. જેથી નીતિન પટેલના નસીબમાં ફરી પ્રતીક્ષા શબ્દ લખાયેલ આવી ગયો છે. કદાચ નીતિન પટેલ હવે કોઈ દિવસ ગુજરાતના મુખ્યપ્રધાન નહીં બની શકે. આ તેમના માટે છેલ્લી તક હતી અને તેમાં પણ એક ગુમનામ નામ તરીને સામે આવી ગયું હતું.
નીતિનભાઈ મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં પ્રતિ એક હજાર લીટરની ક્ષમતા ધરાવતા નવીન ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવા માટે પહોંચ્યા હતા. અહીં તેમણે પાંચ કરોડના ખર્ચે કમળપથ રોડનું પણ લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ વિધિ પૂર્ણ થયા બાદ નીતિનભાઈએ નવા મુખ્યપ્રધાનની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, ‘આજે તમને જાતજાતના પ્રશ્નો થતા હશે. મેં પોતે જ મુખ્યમંત્રી માટે દરખાસ્ત મૂકી હતી. નવા મુખ્યમંત્રી આપણા સાથી જ છે. આજે પણ અઠવાડિયામાં પાંચ વખત ભુપેન્દ્રભાઈ મારી ઓફિસ પર આવે છે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત