શૈલેષ નાઘેરા: ગુજરાતની ધરતી પર 8 જાન્યુઆરી 2023એ વિશ્વ આંજણા સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં ગામડાથી લઈને વિદેશોમાં રહેતા આંજણા સમાજના લોકો ઉપસ્થિત રહી પોતાની એકતાનો પરિચય આપશે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સાલૈયા ગામે વિશ્વ આંજણા સમાજનું મહાઅધિવેશન મળશે. આ મહાઅધિવેશનનો ઉદ્દેશ્ય આંજણા સમાજના અલગ અલગ જિલ્લા, રાજ્ય અને દેશમાં રહેતા લોકો એક છત નીચે આવી સમાજના ઉત્થાન માટે ચર્ચા કરી વિકાસમાં યોગદાન આપે તે માટેનો છે. આંજણા ચૌધરી સમાજની સામાજિક અને સાંસ્કૃતિક વિરાસતને સંરક્ષિત કરવી અને સમાજની શૈક્ષણિક, વૈચારિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરવા માટે આ અધિવેશનમાં ચર્ચા અને ચિંતન કરવામાં આવશે.
ભારતમાં આંજણા સમાજ અલગ અલગ જિલ્લા અને રાજ્યમાં વસવાટ કરે છે. દેશમાં જ નહી વિદેશમાં પણ આંજણા ચૌધરી સમાજના લોકો વસવાટ કરી રહ્યાં છે. ગોળ પ્રથાને કારણે સમાજ નાના નાના ટુકડાઓમાં વહેંચાયો છે તેમ છતાં હંમેશા આંજણા સમાજ એકબીજા સાથે મજબૂતાઈથી સંકળાયેલો રહ્યો છે. આંજણા સમાજના મહાઅધિવેશનનો અણમોલ વિચાર ચૌધરી સમાજના અમેરિકી – કેનેડિયન ઉદ્યોગપતિ રમણભાઈ ચૌધરીને આવ્યો હતો.

રમણભાઈ પોતાના વેપારમાંથી સમય નીકળી સમાજના આ ભગીરથ કાર્ય માટે છેલ્લા ત્રણ મહિનાથી વતન આવીને અધિવેશનની તૈયારીઓમાં જોડાઈ ગયા છે. ૨૦ નવેમ્બરમાં રોજ સોલૈયા ખાતે આ અધિવેશન માટેના સ્થળનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંત પી પી સ્વામી સહિતના સંત ગણ ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત