Team Chabuk-Gujarat Desk: ગીર સોનાથ જિલ્લાના ઊના તાલુકાના ડમાસા ગામના આર્મી જવાન લાલજી બાંભણિયા પંચમહાભૂતમાં વિલીન થયા છે. દેશની રક્ષા માટે લાલજી બાંભણિયાએ તિરંગાની ચાદર ઓઢી લીધી છે ! તેઓ ઈતિહાસમાં અમર થઈ ગયા છે. અરૂણાચલ પ્રદેશમાં મરાઠા રેજિમેન્ટમાં પોતાની ફરજ દરમિયાન લાલજી બાંભણિયા શહીદ થયા હતા. વતનમાં તેમનો પાર્થિવ દેહ પહોંચતાની સાથે જ લોકોએ ‘લાલજીભાઈ અમર રહો’ના નારા લગાવ્યા હતા.
શહીદ જવાન લાલજી બાંભણિયાની સંપૂર્ણ સન્માન સાથે અંતિમવિધિ કરાઇ#IndianArmy #laljibambhaniya #una #girsomnath pic.twitter.com/Nmgqg9Os4b
— thechabuk (@thechabuk) November 23, 2022
શહીદ થયાના સમાચાર મળતા જ લાલજી બાંભણિયાના પરિવાર પર આભ તૂટી પડયું. તો સમગ્ર ઉના પંથકમાં પણ ગમગીન છવાઈ ગઈ. તેમનો મૃતદેહ વતનમાં પહોંચતાની સાથે જ પરિવાર સહિત ગામ આખુ હિબકે ચઢ્યું હતું.
શહીદ લાલજી બાંભણિયાને અંતિમવિદાય અપાઈ#Una #Laljibambhaniya #IndianArmy #ARMY pic.twitter.com/eJO5lKSUhe
— thechabuk (@thechabuk) November 23, 2022
શહીદ લાલજી બાંભણિયાને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લગભગ 2 કિલોમીટર સુધી લોકોની ભીડ વીર સપૂતને અલવિદા કહેવા માટે ઉમટી હતી. લાલજી બાંભણિયાના ગામ ડમાસાથી તેમને સંપૂર્ણ સન્માન સાથે કેસરિયા- શાહડેસર થઈ ઉના શહેરમાં લવાયા ત્યારબાદ મહોદેશ્વર મુક્તિધામમાં તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. મુક્તિધામમાં પણ વંદેમાતરમ અને જય હિન્દના નારા લગાવી શહીદની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી. જ્યારે મરાઠા રેજીમેન્ટના 21 જવાનોએ 21 રાયફલની સલામી આપી હતી.
શહીદ લાલજી બાંભણિયાની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા#una #laljibambhaniya #antimyatra #funeral #IndianArmy #ARMY pic.twitter.com/40Exsbk7Pk
— thechabuk (@thechabuk) November 23, 2022
કોલકત્તાથી અમદાવાદ બાય એર અને અમદાવાદથી લાલજી બાંભણિયાના પાર્થિવ દેહને બાય રોડ તેમના વતન પહોંચાડાયા હતા. તેમના ગામ જવાના રસ્તા પર સેંકડો લોકો હાજર રહ્યા હતા. મૃતદેહ પહોંચતાની સાથે જ લોકોએ ભીની આંખે જય હિન્દ અને વંદેમાતરમના નારા લગાવી શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શહીદને અંતિમ સલામ#laljibambhaniya #martyred #IndianArmy pic.twitter.com/687No8xcbf
— thechabuk (@thechabuk) November 23, 2022
આ તરફ લાલજી બાંભણિયાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ સાથી સૈનિકો સાથે હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે. સાથીઓ સાથે તેઓ રમૂજ કરી રહ્યા છે. તેઓનું આ હાસ્ય હવે કાયમ માટે યાદ બની ગયું છે. એટલે જ આ વીડિયો જોઈએ લોકોની આંખ ભીની થઈ રહી છે.
શહીદ લાલજી બાંભણિયાનો જૂનો વીડિયો વાયરલ#laljibambhaniya #martyred #una pic.twitter.com/bvdkwJyhAN
— thechabuk (@thechabuk) November 23, 2022

ઊના તાલુકાના ડમાસા ગામના બે સગા ભાઇઓ ભારત દેશની આર્મીમાં જોડાયા હતાં. તેમાં વીર શહીદ લાલજી બાંભણીયા અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ફરજ બજાવતા હતાં. ત્યાં ટ્રેનિંગ ચાલુ હોવાથી એ દરમ્યાન ભારે બરફ અને વરસાદના કારણે તબિયત ખરાબ થતાં તાત્કાલિક આર્મી કેમ્પમાંથી કલકત્તા હોસ્પિટલ સારવારમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. લાલજીભાઈના ત્રણ વર્ષના પુત્રએ તેમને કાંધ આપી હતી. શહીદના પરિવારને સાંત્વના આપવા માટે ધારાસભ્ય પુંજાભાઇ વંશ, પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વિવિધ ગામના સરપંચો આગેવાનો પણ પહોંચ્યા હતા.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત