Team Chabuk-Gujarat Desk: ગીરનારની ગોદમાં મહાશિવરાત્રીનો મેળો બરોબર જામ્યો છે. દિવસ કરતા રાતનો અને રાત કરતા દિવસનો નજારો જોવા જેવો હોય છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા મેળામાં પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ એનાથી વિપરીત ભવનાથમાં આશ્રમો-સેવકો-દાતાઓ-ઉતારા મંડળો ભાવિકો માટે લાખો રૂપીયા ખર્ચીને ભોજન પ્રસાદ જમાડી રહ્યા છે.
ભજન-ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગિરીવર ગિરનારની ગોદમાં યોજાતા મહાશિવરાત્રી મેળાનો આ જ તો મહિમા છે. તેમ જણાવી ગોરખનાથ આશ્રમ ભવનાથના મંહત શ્રી શેરનાથબાપુએ કહ્યુ કે, જ્યા ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો. અન્નદાનથી કોઇ મોટુ પૂણ્ય નથી.
મહા શિવરાત્રીના મેળામાં ગોરખનાથ આશ્રમ ખાતે પાંચ દિવસમાં હજારો ભાવિકો-યાત્રીઓ ભોજન પ્રસાદનો લાભ મેળવે છે. આમ તો અહિં કાયમી અન્નક્ષેત્ર ચાલે છે. પરંતુ મેળા દરમ્યાન ૩૦ ડબ્બા ચોખ્ખુ ધી, ૧૦૦થી વધુ ડબ્બા તેલ, ૫૦ ટન જેટલા વિવિધ શાકભાજી, મગદાળ, મગ, ચોખા, તુવેર દાળ સહિત મોટા પ્રમાણમાં કાચુ રાશન વપરાય છે.

મોહનથાળ, બુંદી, ગાઠીયા, ખીચડી, માલપુવા એમ દરરોજ અવનવી મીઠાઇ સાથે ગરમા-ગરમ રોટલા અને રોટલીનો પ્રસાદ પ્રણ ભાવિકોને મળે છે. છેક પાલીતાણાના હણોલ ગામથી સેવાકાર્યમાં સહભાગી થયેલા હંસાબેન કહે છે અમે તો જીંદગીનો સંતોષ માણવા આવ્યા છીએ. સુરતના મધુબેને રોટલા બનાવતા કહ્યુ કે ભાઈ અહિ તો ભાવિકો-યાત્રાળુઓમાં અમને ભગવાન દર્શન થાય છે.
ભવનાથના મેળામાં ગોરખનાથ આશ્રમ ઉપરાંત, ખોડીયાર રાસ મંડળ, ચીપીયાવાળા બાપુની જગ્યા, ભારતી આશ્રમ, મંગલનાજી આશ્રમ સહિત વિવિધ ગામ સમાજ જ્ઞાતિ મંડળના અન્નક્ષેત્રો પાંચ દિવસ સતત ધમધમતા રહે છે. ૧૦ થી ૧૨ લાખ લોકો પાંચ દિવસ મેળાને માણવા સાથે ભોજન પ્રસાદ મેળવે છે.
પાંચ દિવસના મેળામાં આશ્રમો –સેવકોની સેવા સાથે જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ, કાર્પોરેશન સહિત તમામ વિભાગના અધિકારીઓ યાત્રીકોની સુવિધા માટે ખડેપગે રહે છે. યાત્રીકોને કોઇ મુશ્કેલી ના પડે તેની પુરતી તકેદારી લેવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
