Homeગામનાં ચોરેકેન્દ્ર સરકારના આ ચાર મંત્રીઓને યુક્રેનના પાડોશી દેશમાં મોકલવામાં આવશે

કેન્દ્ર સરકારના આ ચાર મંત્રીઓને યુક્રેનના પાડોશી દેશમાં મોકલવામાં આવશે

Team Chabuk-National Desk: રશિયા-યુક્રેન યુદ્ધના કારણે યુક્રેનમાં રહેલા ભારતીયો સ્વદેશ ફરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. સરકાર પણ મિશન ગંગા અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે મથામણ કરી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે યુક્રેનથી ભારતીયોને પરત લાવવા માટે નવો પ્લાન ઘડી કાઢ્યો છે. જેમાં કેન્દ્ર સરકારના ચાર મંત્રીઓને યુક્રેનના પાડોશી દેશમાં મોકલવામાં આવશે.

આ ચાર મંત્રીઓ જશે

આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી ઉચ્ચ કક્ષાની બેઠકમાં ચાર મંત્રીઓને યુક્રેનના પાડોશી દેશમાં મોકલવા માટેનો મહત્વનો નિર્ણય લેવાયો છે. આ મંત્રીઓ ભારતીય લોકો અને વિદ્યાર્થીઓને પરત લાવવામાં મદદ કરશે. જે મંત્રીઓને મોકલવામાં આવી રહ્યા છે તેમાં હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજૂ, અને જનરલ વી.કે. સિંહના નામનો સમાવેશ કરાયો છે.

આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. આ મંત્રીઓ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને યુક્રેનથી કાઢવા માટેના કામની દેખરેખ કરશે અને વિદ્યાર્થીઓની મદદ માટે કામ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેન મામલે રવિવારે બેઠક યોજાઈ હતી જે બે કલાકથી વધુ સમય ચાલી હતી. તેમણે બેઠકમાં કહ્યું કે, વિદ્યાર્થીઓને ત્યાંથી કાઢવા એ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments