Homeગુર્જર નગરીરાજકોટમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો, 15 વર્ષની દીકરીને વિધર્મી ભગાડી ગયો...

રાજકોટમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો, 15 વર્ષની દીકરીને વિધર્મી ભગાડી ગયો !

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના 80 ફુટ રોડ પરના વિસ્તારમાં રહેતા દંપતીની 15 વર્ષની દીકરીને રાજકોટમાં રહેતો ઇલિયાસ નામનો વિધર્મી શખ્સ બે મહિના પૂર્વે ભગાડી ગયો હતો. જો કે, પોલીસમાં અરજી કરતા દીકરી પરત મળી ગઈ હતી. જેથી તે સમયે ફરિયાદ કરી ન હતી. ત્યારબાદ આ દીકરીને તેના માતા-પિતા માણાવદર અંગત સગાના ઘરે મોકલી દીધી હતી. દાવો છે કે, અહીંથી ગત તારીખ 9 નવેમ્બરે ઇલિયાસ નામનો શખ્સ ફરીથી ભગાડી ગયો. થોરાળા પોલીસ મથકમાં અરજી કરતા પોલીસ પોતાને પકડશે તેવો ડર લાગતા ઇલિયાસ દીકરીને સોમનાથમાં એકલો મુકી નાસી ગયો હતો.

આ અંગે સગીરાના માતાએ માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દીકરીને લઈ ચિંતાતુર બનેલા દંપતીએ પોતાની દીકરીને શોધી કાઢવા અને આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગણી કરી છે. સાથોસાથ હિન્દુ સંગઠનો પાસે પણ મદદની ગુહાર લગાવી છે.

આ ઘટનાને લઇ દીકરીના માતા પિતાએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, આરોપી ઇલિયાસ સોરઠીયા વાડી પાસે પાનની દુકાને ઉભો રહેતો. દરમિયાન તેમની દીકરી અહીંથી પસાર થતા બંને વચ્ચે પરિચય થયો હોઈ શકે છે. ત્યારબાદ આરોપી તેને લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે. દીકરી સાથે કોઈ અઘટીત ઘટના ન બને તે માટે પોલીસ તાકીદે આરોપીને ઝડપી લે અને દીકરીને શોધી કાઢે તેવી દંપતીની માગ છે. આ અંગે દીકરીની માતાએ માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.

love jihad in rajkot

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments