Homeગુર્જર નગરીવાવ: શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 70 ટકાથી વધુ મતદાન

વાવ: શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 70 ટકાથી વધુ મતદાન

Team Chabuk-Gujarat Desk: વાવ બેઠક પર મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. બનાસકાંઠા જિલ્લાની આ વાવ બેઠક પર પેટાચૂંટણી ત્રિપાંખીયો જંગ જામ્યો છે. કુલ 10 ઉમેદવારનોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ચૂક્યુ છે. વાવમાં આ વખતે 70 ટકાથી વધુ મતદાન થયુ છે.

શાંતિપૂર્ણ માહોલમાં થયેલા મતદાનમાં લોકોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યુ અને 70 ટકાથી વધુ મતદાનનો આંકડો નોંધાયો છે. ખાસ વાત છે કે, 2022માં વાવ બેઠક પર 75.02 ટકા મતદાન થયુ હતુ, હવે આગામી 23 નવેમ્બરે વાવ બેઠકનું પરિણામ આવશે.

મહત્વનું છે કે, વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા. સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. ભાજપે આ બેઠક પર તેમને રિપિટ કરીને વધુ એક વખત સ્વરુપજી ઠાકોર પર ભરોસો વ્યક્ત કર્યો છે. વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.

vav election

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments