Homeગુર્જર નગરીવડોદરાઃ વધુ એક સામૂહિક આત્મહત્યાનો કિસ્સો, પત્ની-પુત્રનું મોત, પતિએ જાતે જ ગળાના...

વડોદરાઃ વધુ એક સામૂહિક આત્મહત્યાનો કિસ્સો, પત્ની-પુત્રનું મોત, પતિએ જાતે જ ગળાના ભાગે બ્લેડ મારી

Team Chabuk-Gujarat Desk: વડોદરામાં ફરી એકવાર કરુણાંતિકા સર્જાઈ. અહીં પંચાલ પરિવારના ત્રણ સભ્યોએ એક સાથે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. જેમાં પત્ની અને પુત્રનું મોત થયું છે. પુત્રનો મૃતદેહ ગળેફાંસો લગાવેલી હાલતમાં મળ્યો જ્યારે પત્નીએ ઝેેરી દવા પી લેતા મોત થયાનો દાવો છે. આ ઉપરાંત પતિએ ઝેરી દવા પી લઈ જાતે જ ગળાના ભાગે બ્લેડના ઘા ઝીંકી દેતા તેઓ પણ ઝીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આવું કરવા પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.

દાવો છે કે, પંચાલ પરિવાર પાસે જમવા અને રહેવા માટે રૂપિયા ન હોવાથી પરિવારનો માળો વિંખી નાખવાનો નિર્ણય કર્યો હતો. સારવારમાં લઈ જતી વખતે ઈજાગ્રસ્તે કહ્યું હતું કે, ખાવા-રહેવા માટે પૈસા તો જોઈને, મેં મારી જાતે બ્લેડના ઘા માર્યા છે.

Vadora mass suicied Case

વડોદરાના કલાભુવન પાસે પિરામીતાર રોડ ઉપર આવેલી કાછિયા પોળની આ ઘટના છે. અહીં રહેતા પંચાલ પરિવારના 47 વર્ષીય નયના પંચાલ અને 25 વર્ષીય પુત્ર મિતુલનું મોત થયું છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બીજી તરફ રાવપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments